For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

યમન ઉપર ઇઝરાયેલના હુમલામાં 6 લોકોના મૃત્યુ

01:44 PM Dec 27, 2024 IST | revoi editor
યમન ઉપર ઇઝરાયેલના હુમલામાં 6 લોકોના મૃત્યુ
Advertisement

યમન ઉપર ઇઝરાયેલે હુમલો કર્યો છે અને આ હુમલામાં 6 લોકોના મૃત્યુ થયા છે. આ હુમલામાં WHO ના ચીફ ટ્રેડોસ એડેહોનમ માંડ માંડ બચ્યા હતા. ઇઝરાયેલ ના ડિફેન્સ ફોર્સિસે યમનમાં હુતી વિદ્રોહી સ્થાનોને નિશાન બનાવ્યા હતા જેમાં સના ઇન્ટરનેશનલ એરપોર્ટ, હેજાઝ અને રાસ કનેટિબ ખાતેના પાવર સ્ટેશન અને રાસ કનેટિબના બંદરોનો સમાવેશ થાય છે.

Advertisement

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ ગુરુવારે યમનમાં હુથી બળવાખોરોના સ્થાનોને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો. IDFએ દાવો કર્યો હતો કે તેણે આ હવાઈ હુમલામાં હુથીઓના સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા.

આમાં સના ઇન્ટરનેશનલ એરપોર્ટ, હેજાઝ અને રાસ કનેટિબ ખાતેના પાવર સ્ટેશન અને અલ હુદાયદાહ, સલિફ અને રાસ કનેટિબના બંદરોનો સમાવેશ થાય છે. હવાઈ ​​હુમલા માટે 25 વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફાઈટર જેટ્સ ઉપરાંત તેમાં રિફ્યુઅલિંગ પ્લેન અને જાસૂસી પ્લેન પણ સામેલ હતા. આ હુમલાઓમાં 6 લોકોના મોત થયા છે.

Advertisement

બીજી તરફ હુથી વિદ્રોહીઓ પણ સતત ઈઝરાયલને નિશાન બનાવી રહ્યા છે. 16 ડિસેમ્બરથી, હુથીઓએ ઇઝરાયલ પર 5 બેલેસ્ટિક મિસાઇલો અને 5 ડ્રોન હુમલાઓ શરૂ કર્યા છે. IDF અનુસાર, છેલ્લા એક વર્ષમાં હુથીઓએ ઇઝરાયલ પર 200થી વધુ મિસાઇલો અને 170 ડ્રોન છોડ્યા છે.

Advertisement
Tags :
Advertisement