For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ભારે વરસાદને લીધે 6 ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ

04:28 PM May 07, 2025 IST | revoi editor
અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ભારે વરસાદને લીધે 6 ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ
Advertisement
  • સોમવારે દૂબઈથી આલેવી ફ્લાઈટને બર્ડહીટ
  • વિમાનને નુકસાન થતાં ગ્રાઉન્ડ કરવું પડ્યું
  • વરસાદને લીધે ડોમેસ્ટીક વિમાની સેવાને અસર

અમદાવાદઃ શહેરમાં ગત મોડી રાતે વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ત્યારબાદ આજે બપોરે પણ વરસાદના ભારે ઢાપટાં પડ્યા હતા, શહેરમાં સોમવાર સાંજથી વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદને લીધે સરદાર પટેલ એરપોર્ટ પર 6 જેટલી ફ્લીટ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત વરસાદી માહોલને લીધે  રન-વેની આસપાસ પક્ષીઓની મુવમેન્ટ વધી જતા સોમવારે રાતે ફલાઈટ દુબઇ એરલાઇનની દુબઇથી અમદાવાદ આવતી ફલાઇટને બર્ડહીટ થયું હતું. આને કારણે વિમાનને નુકસાન થતાં તે ગ્રાઉન્ડ કરવું પડ્યું હતું. આ જ ફ્લાઇટ અમદાવાદથી દુબઈ જવાની હોવાથી 180 પેસેન્જર રઝળી પડ્યા હતા. એરલાઇન પાસે બીજા વિમાનનો વિકલ્પ ન હોવાથી તમામ પેસેન્જરને હોટેલમાં ઉતારો આપવો પડ્યો હતો. ઘણા પેસેન્જર ઇન્ટરનેશનલ કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી ગયા હતા.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટ પર દુબઈ જનારી ફ્લાઇટ પરોઢિયે 4.25 વાગ્યે ટેકઓફ થવાની હતી. 180 પેસેન્જર મોડી રાત્રે 2 વાગ્યાથી પહોંચી ગયા હતા. તમામ પ્રક્રિયા પૂરી કરી બોર્ડિંગની રાહ જોઈ રહ્યા હતા પણ દુબઇથી અમદાવાદ આવતી ફલાઇટને બર્ડહીટ થયું હતું. આને કારણે વિમાનને નુકસાન થતાં તે ગ્રાઉન્ડ કરવું પડ્યું હતું. દરમિયાન મોડી રાત્રે ભારે વરસાદને કારણે 6 ફ્લાઇટ ડાયવર્ટ કરવી પડી હતી. ફ્લાઇટોના શિડ્યૂલ ખોરવાતાં પ્રવાસીઓ પરેશાન થયા હતા. ઇન્ડિગોની પટના અને કોલકાતાની ફલાઇટ ઇન્દોર, દિલ્હીની નાગપુર, કોલકતાની મુંબઇ, મુંબઇની પરત મુંબઇ અને અકાશાની દિલ્હીની ફલાઇટ જયપુર ખાતે ડાયવર્ટ કરાઇ હતી, તમામ ફલાઇટો બેથી ત્રણ કલાક બાદ પરત ફરી હતી.

દૂબઈની ફલાઈટને બર્ડ હીટ થતાં ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. પણ એરલાઇનનો એન્જિનયરિંગ બેઝ અમદાવાદ ન હોવાથી સોમવાર રાતથી અટવાયેલા પેસેન્જરો માટે એરલાઇને દુબઇથી બીજા વિમાનની વ્યવસ્થા કરી હતી,  અને ફલાઈટ મંગળવારે રાતે 8 વાગે એટલે કે 17 કલાક બાદ રવાના થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ફ્લાઇટના પાયલોટે એટીસીને બર્ડહીટનો કોઈ રિપોર્ટ કર્યો ન હતો. (file photo)

Advertisement

Advertisement
Tags :
Advertisement