For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વેવ્સ સમિટ 2025 પહેલા ટ્રુથટેલ હેકાથોનના 5 વિજેતાઓની જાહેરાત

11:19 AM Apr 08, 2025 IST | revoi editor
વેવ્સ સમિટ 2025 પહેલા ટ્રુથટેલ હેકાથોનના 5 વિજેતાઓની જાહેરાત
Advertisement

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રસારણ મંત્રાલય (MIB) તથા ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA) દ્વારા આયોજિત ‘ટ્રુથટેલ હેકાથોન’ અંતર્ગત misinformation અને deepfake સામે લડવા માટે શ્રેષ્ઠ ઉકેલો રજૂ કરનારા ટોચના પાંચ ઇનોવેટર્સને નવી દિલ્હીમાં સન્માનિત કરવામાં આવ્યા. આ હેકાથોન ‘ક્રિએટ ઈન ઈન્ડિયા ચેલેન્જ’ અંતર્ગત યોજાઈ હતી, જે આગામી WAVES 2025 (World Audio Visual and Entertainment Summit)ના ભાગરૂપે યોજાય છે. દેશ વિદેશથી મળેલ 5,600થી વધુ નોંધણીમાંથી 25 ટોપ પ્રોટોટાઇપ પસંદ કરાયા હતા, જેઓએ ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે તેમની કામગીરી live ડેમો દ્વારા રજૂ કરી.

Advertisement

જીતનાર ટોપ 5 ટીમોએ રૂ.10 લાખની રોકડ ઈનામની સાથે ઓળખ મેળવી:

ટીમ યુનિક્રોન (દિલ્હી): ‘અન્વેષા’ નામનું ટૂલ, જે ટેક્સ્ટ, ઈમેજ અને વીડિયોમાંથી misinformation ઓળખે છે.

Advertisement

ટીમ અલ્કેમિસ્ટ્સ (દહેરાદૂન): ‘વેરિસ્ટ્રીમ’– NLP, knowledge graphs અને GISની મદદથી misinformationને ઓળખતું અને શામેલ કરે તેવું ટૂલ.

ટીમ હૂશિન લાયર્સ (બેંગલુરુ): ‘નેક્સસ ઓફ ટ્રૂથ’– AI આધારિત પ્લેટફોર્મ, જે deepfake તથા ખોટા સમાચાર ઓળખી શકે છે, તેમજ multilingual અને livestreaming સપોર્ટ આપે છે.

ટીમ બગ સ્મેશર્સ (દિલ્હી): ‘લાઈવ ટ્રૂથ’– GPS આધારિત AI ટૂલ જે misinformationને live ઓળખે છે અને local verification પણ કરે છે.

ટીમ વોર્ટેક્સ સ્ક્વોડ (બેંગલુરુ): live event દરમ્યાન misinformationને fact-check કરીને audience સમક્ષ સાચી માહિતી રજૂ કરે છે.

આ તમામ ઉકેલો WAVES 2025 દરમિયાન મુંબઇમાં 1થી 4 મે વચ્ચે યોજાનાર સમિટમાં પ્રદર્શિત થશે. આ અવસરે મિ. અભિષેક સિંહ (સચિવ, ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલય) અને મિ. સંજીવ શંકર (સયુક્ત સચિવ, માહિતી પ્રસારણ મંત્રાલય અને CEO, IndiaAI Mission) ઉપસ્થિત રહ્યા. મિ. સિંહે જણાવ્યું કે, “AIના યુગમાં ખોટી માહિતી અને સાચી વચ્ચેનો ભેદ સમજવો અત્યંત અગત્યનો છે. ટ્રુથટેલ એ એક સમયોચિત અને અસરકારક પહેલ છે.” હેકાથોનના છેલ્લા તબક્કામાં જજ તરીકે જેત વિજયવર્ગીય (પૂર્વ CEO, MeitY Startup Hub), વિક્રમ મલ્હોત્રા (Director, Microsoft India), અલોક ગુર્તુ (Managing Partner, Abhijay Venture Partners), ડો.avic સરકર (ISB) અને શશાંક વૈષ્ણવ (CTO, Stage) જેવા અનુભવી નિષ્ણાંતો જોડાયા હતા.

ICEAના ચેરમેન મિ. પંકજ મોહિન્દ્રૂએ જણાવ્યું કે, “ખોટી માહિતીના ભયંકર પ્રભાવથી ભારત પણ અછૂત નથી. આજના યુગમાં ખોટી માહિતી ફેલાવાની ઝડપ બહુ ઝડપી છે. આજના યુવાનોની સર્જનાત્મકતાથી એવી ટેક્નોલોજી ઉભી થઈ રહી છે, જે સમાજને સાચી માહિતી આપવાનો વિશ્વાસ અપાવે છે.” હેકાથોન ઓક્ટોબર 2024થી શરૂ થઈ હતી અને 300થી વધુ શહેરોમાંથી 450 યૂનિક આઈડિયાઓ મળ્યા હતા. 36% મહિલાઓના પ્રતિનિધિત્વ સાથે આજે સન્માનિત થયેલી ટોપ ટીમો દેશની નવી પેઢીનું પ્રતિબિંબ છે.

Advertisement
Tags :
Advertisement