For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સાથેની અથડામણમાં 5 આતંકી ઠાર મરાયાં

12:43 PM Dec 19, 2024 IST | revoi editor
જમ્મુ કાશ્મીરના કુલગામમાં સાથેની અથડામણમાં 5 આતંકી ઠાર મરાયાં
Advertisement

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના બેહીબાગ વિસ્તારમાં સ્થિત કદ્દર ગામમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આજરોજ વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હજુ ઘણા આતંકીઓ ફસાયા હોવાની આશંકા છે.

Advertisement

માહિતી મળ્યા બાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું
મળતી માહિતી મુજબ, આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, તે પછી સુરક્ષા દળોએ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમને વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બીજી તરફ તાજેતરના દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘણા એન્કાઉન્ટરો થયા છે. જેમાં ઘણા આતંકવાદીઓ અને તેમના કમાન્ડર માર્યા ગયા છે. આ દરમિયાન સુરક્ષા દળોના જવાનો પણ ઘાયલ થયા છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદમાં વધારો જોવા મળ્યો છે
જોકે ચિંતાનો વિષય છે કે, જમ્મુ અને કાશ્મીરના તે વિસ્તારોમાં પણ આતંકવાદી ગતિવિધિઓ ફેલાઈ રહી છે, જે અત્યાર સુધી આવી ઘટનાઓથી મુક્ત હતા. જેમ કે કાશ્મીરના શ્રીનગર અને જમ્મુના ચિનાબ ઘાટી, ઉધમપુર અને કઠુઆ જેવા વિસ્તાર સામેલ છે. તો વધી રહેલા આતંકવાદ અને આતંકવાદીઓ દ્વારા અત્યાધુનિક હથિયારોના ઉપયોગને કારણે ખતરો વધી ગયો છે. સતત થતા હુમલાઓએ રાજકીય ટીકાને વેગ આપ્યો છે, સુરક્ષાને મજબૂત કરવા અને જાહેર ચિંતા વધારી છે. કાશ્મીર ખીણને જમ્મુથી વિભાજીત કરતા પીર પંજાલ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદમાં વધારો જોવા મળ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement