હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમરેલી જિલ્લામાં ગેરકાયદે ખનીજ વહન કરતા 40 ઓવરલોડ વાહનો જપ્ત કરાયા

06:10 PM Jan 07, 2025 IST | revoi editor
Advertisement

અમરેલીઃ જિલ્લામાં બેરોકટોક ખનીજચોરી કરવામાં આવી રહી છે. જિલ્લાના રસ્તાઓ પર કપચી, માટી, રેતી અને પથ્થરો ભરેલા ઓવરલોડ વાહનો સામે કોઈ પગલાં લેવાતા નથી. ત્યારે આ અંગે ફરિયાદો ઉઠતા જિલ્લા કલેક્ટરે તમામ પ્રાંત અધિકારીઓને ઓવરલોડ વાહનો સામે પગલાં ભરવાની તાકીદ કરી હતી, પ્રાંત અધિકારીઓએ ખનીજની હેરાફેરી કરતા 40 જેટલા ઓવરલોડ વાહનો જપ્ત કર્યા છે. જિલ્લા કલેકટરની કડક કાર્યવાહીથી ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લામાં સૌથી વધુ ઓવરલોડ વાહનો અને અલગ અલગ રેતી, પથ્થરો, કોલસા, બેલા સહિત ગેરકાયદેસર ખનીજ ચોરીના કરતા વાહનોની હેરાફેરી વધતા જિલ્લા કલેકટર અજય દહીયાએ અલગ અલગ વિસ્તારમાં આવેલા તાલુકા મથકના મામલતદારો, પ્રાંત અધિકારીઓને કડક સૂચના આપતા સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં અમરેલી, લાઠી, ખાંભા, રાજુલા, જાફરાબાદ સહિત વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા વાહનો અને સૌથી વધુ આરટીઓ નિયમો તોડી ચાલનારા ઓવરલોડ વાહન ચાલકો સામે રીતસર તવાઇ બોલાવી દેવામાં આવતા ખનિજની હેરાફેરી કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ખનીજના સૌથી વધુ વાહનો તંત્રના હાથે ઝડપાયા છે. જેમાં સફેદ બેલા પથ્થરના બીનઅધિકૃત ઓવરલોડ 11 વાહનો, બિનઅધિકૃત ઓવરલોડ રેતીના 7 વાહન, બિનઅધિકૃત ઓવરલોડ કાર્બોસેલ ખનિજના 19 વાહનો અને બિનઅધિકૃત ઓવરલોડ વાહનો મળી સમગ્ર જિલ્લામાં 40 જેટલા વાહનો જેમાં ટ્રક, ટ્રેક્ટર, ડમ્પર સહિત ભારે વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે કુલ 3.5.કરોડ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં કેટલાક સ્થાનિક પોલીસ સ્ટેશન અને સ્થાનિક મામલતદાર કચેરીઓમાં અલગ અલગ રાખી સિઝ કરી ખાણ ખનીજ વિભાગને રિપોટ કરી જાણ કરી દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

અમરેલી જિલ્લામાં રાજુલા પંથકમાંથી ભારે ક્વોરીલિઝોમાંથી બ્લાસ્ટિંગ કરી મહાકાય પથ્થરો બહાર કાઢી ખાનગી કંપનીઓમાં સપ્લાય કરવામાં આવે છે,  તેમજ  ગીર સોમનાથ જિલ્લા સુધી પોહચાડવામાં આવે છે. જે મોટાભાગના વાહનો સૌથી વધુ ઓવરલોડ પથ્થરો ભરી હેરાફેરી કરતા વધુ જોવા મળે છે, જેના કારણે હાઈવેને પણ નુકસાન થાય છે.

Advertisement
Tags :
40 overloaded vehicles seizedAajna SamacharAmreli districtBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharIllegal mineral transportationLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article