ભાવનગરના નવા રતનપર ગામે દરિયામાં નહાવા ગયેલા 4 યુવાનો ડૂબ્યા, એકનું મોત
- સ્થાનિક લોકોની મદદથી ત્રણ યુવાનોને બચાવી લેવાયા,
- લાંબી શોધખોળ બાદ એક યુવકનો મૂતદેહ મળી આવ્યો,
- દરિયામાં અમાસની ઓટ અને કરન્ટને લીધે યુવાનો તણાયા
ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ અને સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ સર્જાતા દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામે કૃષ્ણપરા ચોકડી પાસે આવેલી એક કંપની નજીક દરિયામાં નાહવા પડેલા ચાર યુવક ડૂબવા લાગ્યા હતા. આ બનાવની સ્થાનિક લોકોને જાણ થતાં તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણ યુવકને બચાવી લેવામાં આવ્યા હતાં. જ્યારે લાંબી શોધખોળ બાદ એક યુવકનો મૂતદેહ મળી આવ્યો હતો. બચાવાયેલા યુવાનોમાં અજય કેશવભાઈ બાંભણિયા, જયેશ કેશવભાઈ બાંભણિયા અને ઉત્તમ કાનજીભાઈ બારૈયાનો સમાવેશ થાય છે. જ્યારે 18 વર્ષીય ઋત્વિક તુલસીભાઈ બાંભણિયાનો મૃતદેહ ભારે શોધખોળ બાદ મળી આવ્યો હતો.
આ બનાવની વિગતો એવી છે કે, ગઈકાલે તા. 23 ઓગસ્ટની સાંજના સુમારે નવા રતનપર ગામે દરિયામાં નાહવા ગયેલા ચાર યુવક ડૂબ્યા હતાં. જે પૈકી ત્રણ યુવકને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે એક દરિયામાં તણાઈ જતા તેની શોધખોળ હાથ ધરતા ભારે જહેમત બાદ યુવકનો મૂતદેહ મળ્યો હતો. સ્થાનિકો લોકોના પ્રયાસોથી ત્રણ યુવાનોને બચાવી લેવાયા હતા. બચાવાયેલા યુવાનોમાં અજય કેશવભાઈ બાંભણિયા, જયેશ કેશવભાઈ બાંભણિયા અને ઉત્તમ કાનજીભાઈ બારૈયાનો સમાવેશ થાય છે. જ્યારે 18 વર્ષીય ઋત્વિક તુલસીભાઈ બાંભણિયાનો મૃતદેહ ભારે શોધખોળ બાદ મળી આવ્યો હતો. આ બનાવથી મૃતકના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો.