For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

હિંમતનગર હાઈવે પર પોશીના નજીક બે બાઈક સામસામે અથડાતા 4 યુવાનોના મોત

04:31 PM Mar 09, 2025 IST | revoi editor
હિંમતનગર હાઈવે પર પોશીના નજીક બે બાઈક સામસામે અથડાતા 4 યુવાનોના મોત
Advertisement
  • બે બાઈક વચ્ચેના અકસ્માતમાં ત્રણના ઘટના સ્થળે એકનું સારવાર દરમિયાન મોત,
  • ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ દોડી ગઈ
  • મૃતકોના ડેડબોડી પોર્ટમાર્ટમ માટે ખસેડાયા

હિંમતનગરઃ સાબરકાંઠામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે જિલ્લાના પોશીના નજીક પૂરફાટ ઝડપે બે બાઈક સામસામે અથડાતા ઘટના સ્થળે બાઈકસવાર ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. જ્યારે એક બાઈકસવાર યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આમ ચાર યુવાનોના મોતથી ગમગીની વ્યાપી ગઈ હતી.

Advertisement

ગુજરાતમાં સતત વધી રહેલા રોડ અકસ્માતો વચ્ચે સાબરકાંઠાના પોશીના નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં બે-બાઇક વચ્ચે ટક્કર સર્જાતા 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  સાબરકાંઠાના પોશીના નજીક લાંબડીયા રોડ પર નવા મોટા ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સજાર્યો હતો. બે સ્પોર્ટ્સ બાઇક સામે-સામે ધડાકાભેર ટકરાતા 3 યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત નીપજતાં આ અકસ્માતમાં 4 યુવકોને જીવ ગુમાવ્યો છે. અકસ્માતના બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતકોની ડેડબોડીને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડી હતી. અકસ્માતમાં 4 જુવાનજોધ યુવકોએ જીવ ગુમાવતાં પરિવારજનોમાં શોકનો માહોલ છે.

Advertisement

સાબરકાંઠાના અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક પાછળ જીપ ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જીપમાં 40 જેટલાં શ્રમિકો મુસાફરો સવાર હોવાનું સામે આવ્યું છે. ઈડરથી મજૂરીકામ પતાવીને ઘરે પરત ફરતી વખતે અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં 15 જેટલા લોકોને ઈજા પહોંચતા સરવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Tags :
Advertisement