For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કચ્છના સામખિયાળી પાસે 1,47 કરોડના ડ્રગ્સ સાથે દંપત્તી સહિત 4 શખસો પકડાયા

06:34 PM Nov 29, 2024 IST | revoi editor
કચ્છના સામખિયાળી પાસે 1 47 કરોડના ડ્રગ્સ સાથે દંપત્તી સહિત 4 શખસો પકડાયા
Advertisement
  • ફોર્ડ ઇકોસ્પોર્ટ કારમાં કોકેઈનનો જથ્થો લવાતો હતો,
  • SOGએ બાતમીને આધારે વોચ ગોઠવી હતી,
  • કારના બોનેટના ભાગે એર ફિલ્ટર પાસે પાસે કોકેઈનનો જથ્થો છૂપાવેલો હતો

Advertisement

ભૂજઃ કચ્છ સરહદી  જિલ્લો ગણાય છે. ત્યારે જિલ્લાના દરિયા કાંઠા વિસ્તાર કે જમીન માર્ગે ડ્રગ્સ ઘૂંસાડવાના બનાવો વધતા જાય છે. રોજ બરોજ ડ્રગ્સ પકડાતુ હોય છે. ત્યારે ભચાઉ તાલુકાના લાકડિયા નેશનલ હાઈવે પર ગઈકાલે(28 નવેમ્બર) રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમ વોચમાં હતી. ત્યારે બાતમીના આધારે હરિયાણા પાસિંગની એક કાર અટકાવી એની તપાસ કરતાં એમાંથી રૂ.1.47 કરોડની કિંમતનું કોકેન મળ્યું હતું. ટીમ દ્વારા કારમાં સવાર ચાર શખસને એનડીપીસી એક્ટ હેઠળ અટકમાં લઇ આગળની કાર્યવાહી માટે પોલીસને હવાલે કર્યા હતા. જ્યારે પકડાયેલા પંજાબનાં દંપતી સહિત ચારની અટકાયત કરાઈ છે. પકડાયેલાં ચારેય સંબંધી છે, જ્યારે પકડાયેલી અન્ય મહિલા સપ્લાયરની પત્ની હોવાનુ જાણવા મળ્યુ છે. .

પૂર્વ કચ્છ પોલીસવડાની સૂચના અંતર્ગત ગઈકાલે તારીખ 28ને ગુરૂવારે રાતના સમયે આદિપુર કચેરીથી પોલીસ ટીમને સામખિયાળી તરફ પેટ્રોલિંગ માટે રવાના કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન લાકડિયા નેશનલ હાઈવે પર ભારત હોટલ નજીક ત્રણ રસ્તા પાસે પોલીસ વાહન ચેકિંગ કામગીરી દરમિયાન એક શંકાસ્પદ ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર (રજી. નં. HR 26 DP 9824) નજીક આવતાં એને રોકવામાં આવી હતી. કારમાં એક ડ્રાઇવર અને અન્ય ત્રણ વ્યક્તિ સવાર હતી. હરિયાણા પાસિંગની કાર શંકાસ્પદ લાગતાં એને અટકાવી તપાસ કરવામાં આવી હતી, જેમાં કારના બોનેટ નીચે એર ફિલ્ટરમાં છુપાવેલો શંકાસ્પદ જથ્થો મળતાં એની એફએસએલ મારફત ચકાસણી કરવામાં આવતાં એ કોકેન હોવાનું ખૂલ્યું હતું. 1.47 કિલોગ્રામના કોકેનની બજાર કિંમત 1.47 કરોડ છે. સપ્તાહમાં આ બીજો મોટો જથ્થો ઝડપાયો છે. આ કેસમાં કુલ ચાર આરોપીની અટક કરાઈ છે, એમાં બે મહિલા છે. જ્યારે માલ મોકલનારો એક આરોપી વોન્ટેડ છે. પકડાયેલા આરોપીમાં એક દંપતી છે, જ્યારે એક મહિલા માલ મોકલનારની પત્ની છે. આગળ પણ આ જ પ્રકારની તપાસ સતત ચાલુ રાખવામાં આવશે.

Advertisement

કચ્છ એસઓજીના સૂત્રોના કહેવા મુજબ કારની ચકાસણી દરમિયાન બોનેટના ભાગે એરફિલ્ટરના નીચેના ભાગેથી શંકાસ્પદ માદક પદાર્થ મળ્યો હતો. આ પદાર્થ કોકેન હોવાનું માલૂમ પડતાં પોલીસ દ્વારા તરત જ NDPS કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા માટે ભચાઉના વિસ્તરણ અધિકારીને પંચ તરીકે રાખીને NDPSની કાર્યવાહી અંગે પોલીસ અધીક્ષક કાર્યાલયને વિગતવાર માહિતી આપી હતી. મહિલા પોલીસ અને ભચાઉ વહીવટી કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં પંચનામું કરી NDPS ધારા હેઠળ કાર્યવાહી કરી, માદક પદાર્થ સાથે કારમાં સવાર ચાર ઇસમોને પકડી લેવાયા છે, એમાં બે મહિલા આરોપીનો પણ સમાવેશ થાય છે. આ લોકો ફોર્ડ ઇકોસ્પોર્ટ કારમાં મુસાફરી કરી રહ્યાં હતાં, જેમાંથી માદક પદાર્થ મળ્યો હતો.

Advertisement
Tags :
Advertisement