હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સુરતના માંડવી નજીક બોલેરો પીકઅપવાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 4ના મોત

05:54 PM Feb 19, 2025 IST | revoi editor
Advertisement

સુરતઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે માંડવી નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો.માંડવી નજીક હાઈવે પર બોલેરો કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરોમાં સવાર 4 શ્રમિકોના મોત નીપજ્યા હતા. જ્યારે 5 વ્યક્તિઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

Advertisement

સુરતના માંડવી નજીક હાઈવે પર ટ્રક-બોલેરો વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બોલેરો પિકઅપમાં કુલ 16 શ્રમિકો સવાર હતા, જેમાંથી 4 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. સોનગઢના નીંદવાણાથી ઉમરપાડાના ઉમરગોત ગામેથી બોલેરામાં શ્રમિકો પરત આવતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.  શ્રમિકો લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા તે સમયે બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો,

આ અકસ્માતના બનાવમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થતા હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. માંડવી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. માંડવી પોલીસે ત્રણેય મૃતકનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી. માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના માંડવી ઝંખવાવ રોડ પર સથવાવ ગામ નજીક બોલેરો પીકઅપ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરો પીકઅપમાં ઉમરપાડાથી મજુર લઇ તાપી જિલ્લામાં જઈ રહ્યા હતા. જ્યારે ટ્રક માંડવીથી ઝંખવાવ તરફ જતી હતી. ત્યારે બોલેરો પીકઅપ અને ટ્રક સામ-સામે અથડાયા હતા.  બોલેરો પીકઅપવાનમાં પ્રવાસ કરી રહેલા 16 મજૂરો પૈકી અકસ્માતમાં કુલ 4ના મોત થયા હતા અને 6 લોકોને ઇજા પહોંચતા સારવાર હેઠળ છે. ત્રણેય મૃતક ઉમરપાડા તાલુકાના નીંદવાણ ગામના હોવાનું બહાર આવ્યું છે.

Advertisement
Tags :
4 killedAajna SamacharBolero pickup-truck accidentBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMandviMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharsuratTaja Samacharviral news
Advertisement
Next Article