For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વઢવાણ નજીક ખનીજ ભરેલા 4 ડમ્પરો પકડાયા, 1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

06:08 PM May 02, 2025 IST | revoi editor
વઢવાણ નજીક ખનીજ ભરેલા 4 ડમ્પરો પકડાયા  1 75 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
Advertisement
  • વઢવાણના પ્રાંત અધિકારીએ રાતના સમયે ચેકિંગ હાથ ધર્યું
  • વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામ પાસે બ્લેકટ્રેપ ભરેલા 4 ડમ્પરો પકડાયા,
  • ડમ્પરચાલકો પાસે રોયલ્ટી-પાસ પરમીટ નહતી

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજચોરી બેરોકટોક થઈ રહી હોવાથી કલેકટરના આદેશથી ખનીજના વહન કરતા વાહનોનું ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. ત્યારે વઢવાણના પ્રાંત અધિકારી દ્વારા હાઇવે પર પાસ પરમીટ વગર ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ખોલડીયાદ પાસેથી કપચી ભરેલા 4 ડમ્પરને ઝડપી લીધા હતા. જેમાં 1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તંત્રની કડક કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ પણ રોકટોક વગર પથ્થર, રેતી અને સફેદ માટીની ગરકાયદે રીતે ખનીજચોરી થઈ રહી છે. કલેકટરના આદેશ બાદ હાઈવે પર તેમજ અંતરિયાળ રસ્તાઓ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વઢવાણ પ્રાંત અધિકારીની ટીમે મોડી રાતે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામ પાસે. નાયબ કલેક્ટર નિકુંજકુમાર ધુળા તથા તેમની ટીમના અનિરૂદ્ધસિંહ ચાવડા, અનિરૂદ્ધસિંહ નકુમ, ક્રિપાલસિંહ, પ્રતિપાલસિંહ ડોડીયા સહિતની સંયુક્ત ટીમ વોચમાં હતી. તે સમયે કુલ 4 બ્લેક ટ્રેપ ભરેલ ઓવરલોડ તેમજ રોયલ્ટી પાસ પરમીટ વગરના ડમ્પરો પકડ્યા હતા. આ ચેકિંગમાં આશરે કુલ 1.75 કરોડનો મુદ્દામાલ મામલતદાર કચેરી વઢવાણ ખાતે સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે . ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા સમયથી ગેરકાયદે ખનીજના વહનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement