For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમરેલીના રાંઢિયા ગામે કારમાં ગુંગળાઈ જતા 4 બાળકોના મોત

05:21 PM Nov 04, 2024 IST | revoi editor
અમરેલીના રાંઢિયા ગામે કારમાં ગુંગળાઈ જતા 4 બાળકોના મોત
Advertisement
  • 4 બાળકો રમતા રમતા કારનો દરવાજો ખોલીને કારમાં બેસી ગયા,
  • કારનો દરવાજો બંધ કર્યા બાદ લોક થઈ ગયો,
  • ખેતરના માલિકની કારમાં શ્રમિક પરિવારના બાળકો ભોગ બન્યા

અમરેલીઃ  તાલુકાના રાંઢિયા ગામમાં કારમાં ગૂંગળાઈ જવાથી શ્રમિક પરિવારના 4 બાળકોનાં મોત નિપજતા ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. ખેતરમાં કામ કરતા શ્રમિક પરિવારના 4 બાળકો  રમતાં રમતાં કારનો દરવાજો ખોલીને કારમાં બેસી ગયાં હતાં. અને કારનો દરવાજો બંધ કર્યો હતો, ત્યારબાદ  કારનો દરવાજો લોક થઈ ગયો હતો. આથી કારનો દરવાજો ન ખૂલતાં ગૂંગળાઇ જવાને કારણે તમામ બાળકોનાં મોત નિપજ્યા હતા. શ્રમિક બાળકોના  માતા-પિતા મજૂરીકામે ગયાં હતાં. ત્યારબાદ  આ ઘટના બની હતી. મધ્યપ્રદેશના પરપ્રાંતિય પરિવારમાં આ બનાવથી શોકનો માહોલ છવાયો છે. આ બનાવની જાણ કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ  અમરેલી તાલુકાના રાઢીયા ગામમાં ગત તારીખ 2ના રોજ મધ્યપ્રદેશના ધાર વિસ્તારના પરપ્રાંતીય પરિવારના 4 બાળકો રમતા હતા, જ્યારે માતા -પિતા અન્ય વિસ્તારમાં મજુરી કામે ગયા હતા. બાળકો રમતા રમતા ચાવી લઈને કારમાં બેસી ગયા હતા. જે બાદ કાર લોક થઈ હતી. જે બાદ બાળકોથી કારના દરવાજા ખુલ્યા ન હતા. જેના કારણે ગૂંગળાઈ જવાથી તમામ બાળકો મોતને ભેટ્યા હતા. જેમાં એક જ પરિવારના 2 બાળકો અને બે બાળકીનો સમાવેશ થાય છે. આ ઘટનામાં પરિવારે 4 માસૂમ બાળકો ગુમાવ્યાં છે. જેથી પરિવાર પર આભ ફાટ્યું છે. આ ઘટના બાદ મૃતકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અમરેલી તાલુકાના રાંઢિયા ગામે ભરતભાઇ માંડાણીના ખેતરમાં ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના સોબિયાભાઇ મછારને સાત બાળકો છે. ગત 2જી તારીખને શનિવારના રોજ સોબિયાભાઇ અને તેમનાં પત્ની ખેતમજૂરી કરતાં હતાં, જ્યારે તેમનાં બાળકો ઘરે હતાં. એ દરમિયાન વાડી માલિકની આઇ-20 કારને ચાવીથી ખોલીને તેમનાં ચાર બાળકો રમવા ગયાં હતાં. આ દરમિયાન કાર લોક થઇ ગઇ હતી. સાંજે તેમનાં માતા-પિતા ખેતમજૂરી કરીને ઘરે આવ્યાં ત્યારે તેમની સાત અને ચાર વર્ષની બે દીકરી જેમનાં નામ સુનિતા અને સાવિત્રી, જ્યારે બે વર્ષ અને પાંચ વર્ષના કાર્તિક અને વિષ્ણુ નામના બે પુત્ર, આમ ચારેય બાળકોનાં કારમાં ગૂંગળામણને કારણે મોત થયાં હોવાની જાણ થઇ હતી. હાલ તાલુકા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement