નેપાળમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ, એપીસેન્ટર 10 કિલોમીટર ઊંડે હતું
નેપાળમાં શનિવારે સવારે 4.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપ ભારતીય સમય અનુસાર બપોરે 3.59 કલાકે આવ્યો હતો. તેનું કેન્દ્ર જુમલા જિલ્લામાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. અત્યાર સુધી જાન-માલના નુકસાન અંગે કોઈ માહિતી નથી.
નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી (NCS) એ આ માહિતી આપી અને એમ પણ કહ્યું કે ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. USGS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જુમલા જિલ્લામાં હતું.
નેપાળમાં વારંવાર ભૂકંપ:
પર્વતીય દેશ નેપાળમાં ધરતીકંપ સામાન્ય છે. અહીં 17 અને 19 ડિસેમ્બરે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 19મી ડિસેમ્બરે નેપાળના પરશેથી 16 કિલોમીટરના અંતરે 4.2ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા અને 17મી ડિસેમ્બરે મેલબિસૌનીથી 23 કિલોમીટરના અંતરે 4.4ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.
20 ડિસેમ્બરના રોજ સવારે 10.29 વાગ્યે USGS અપડેટ મુજબ, જુમલાના ઉત્તર-પશ્ચિમમાં 62 કિમી દૂર 5ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેના કારણે આસપાસના જુમલા, દિપાયલ, દૃલેખ, બિરેન્દ્રનગર અને દડેલધુરા સુધીના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા.
નેપાળમાં ડરામણો ભૂકંપ
નેપાળ છેલ્લા કેટલાક વર્ષોમાં ગંભીર ભૂકંપનો સામનો કરી રહ્યું છે. નવેમ્બર 2023માં જ નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપમાં 150થી વધુ લોકો માર્યા ગયા હતા. આ ભૂકંપના કારણે પશ્ચિમ નેપાળના જારકોટ અને રુકુમ જિલ્લામાં ભારે તબાહી સર્જાઈ હતી, જેમાં લગભગ 150 લોકો ઘાયલ પણ થયા હતા. અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ હતી અને અનેક મકાનો ધરાશાયી થયા હતા.