દીવાન બલ્લુભાઈ શાળાના 36 વિદ્યાર્થીઓએ વૈદિક સાહિત્ય, વ્યાકરણ અને શ્લોકોની પરીક્ષા આપી
- કાંકિયામાં દીવાન-બલ્લુભાઈ પ્રા. શાળામાં બૃહદ ગુજરાત સંસ્કૃત પરીક્ષાનું આયોજન કરાયુ,
- પરીક્ષામાં વિદ્યાર્થીઓની ભાષાપ્રતિભા, સ્મરણશક્તિ અને લેખનકૌશલ્ય ખીલી ઊઠ્યાં,
- પરીક્ષાથી વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે નવી ઉત્સુકતા જાગી
અમદાવાદઃ સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે શહેરના કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળામાં બૃહદ ગુજરાત સંસ્કૃત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 36 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષા દર વર્ષે સંસ્કૃત ભાષાના જ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે યોજવામાં આવે છે.
શહેરના કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળામાં બૃહદ ગુજરાત સંસ્કૃત પરીક્ષાનું આયોજન કરાયુ હતું. આ પરીક્ષામાં ધોરણ 6થી 8ના 36 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વૈદિક સાહિત્ય, સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, શ્લોકો અને ધાર્મિક ગ્રંથોના જ્ઞાનનો પરિચય આપ્યો હતો. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની ભાષાપ્રતિભા, સ્મરણશક્તિ અને લેખનકૌશલ્ય ખીલી ઊઠ્યાં હતાં.
આ પરીક્ષાથી વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે નવી ઉત્સુકતા જાગી છે. સમાજમાં ભારતીય સંસ્કૃતિના પાયારૂપ સંસ્કૃત ભાષાની મહત્તા વધુ પ્રગટ થઈ છે. પરીક્ષાને સફળ બનાવવા માટે સંસ્કૃત વિષયની શિક્ષિકાઓ અંકિતાબહેન જોશી અને કંચનબહેન મિશ્રાએ વિદ્યાર્થીઓને માહિતી અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં હતાં.