For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વિજાપુરના કોલવડા ગામે ટોપરાપાક ખાધા બાદ 33 લોકોને ફુડપોઈઝનિંગ

06:17 PM Nov 07, 2024 IST | revoi editor
વિજાપુરના કોલવડા ગામે ટોપરાપાક ખાધા બાદ 33 લોકોને ફુડપોઈઝનિંગ
Advertisement
  • કોલવડાની હાઈસ્કૂલમાં ઊજવણી બાદ જમણવાર યોજાયો હતો,
  • 33માંથી 16 લોકોને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા,
  • 4 વર્ષના બાળકની સ્થિતિ ગંભીર

મહેસાણાઃ જિલ્લાના વિજાપુર તાલુકાના કોલવડા ગામે 33 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. કોલવડા ગામમાં ટોપરાપાક ખાવાથી 33 લોકોને ઝાડા ઊલટી થયા હતા. કોલવડા ગામની હાઈસ્કૂલમાં ઉજવણી રાખવામાં આવી હતી. આ પ્રસંગે જમણવાર રાખવામાં આવ્યો હતો, જેમાં ટોપરાપાક બનાવવામાં આવ્યો હતો. આ ટોપરાપાક દેવીપુજક સમાજના લોકોને પણ વહેંચવામાં આવ્યો હતો. ટોપરાપાક ખાધા પછી 33 લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થઈ હતી. 33માંથી 16 લોકોની તબિયત વધુ લથડતા સ્થાનિક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી.

Advertisement

આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણાના. વિજાપુરના કોલવડામાં ટોપરાપાક ખાધા બાદ 33 લોકોને ઝાડા-ઊલટી થવા લાગી હતી. જેમાંથી 16 લોકોને તાત્કાલિક કુકરવાડાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ સિવાય એક ચાર વર્ષના બાળકની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. કોલવડા ગામે હાઈસ્કૂલમાં પ્રસંગ રાખવામાં આવ્યો હતો. ઉજવણી બાદ ટોપરાપાક ગામના દેવીપૂજક સમાજમાં વહેંચવામાં આવ્યો હતો. બુધવારે દેવીપૂજક સમાજના લોકોએ આ ટોપરાપાક ખાધા બાદ એકાએક 33 લોકોને ઝાડા-ઊલટી થવા લાગી હતી.  લગભગ 33 લોકોની એકસાથે તબિયત બગડવાના કારણે દોડધામ મચી ગઈ. જેમાંથી 16 લોકોને કુકરવાડાના કોમ્યુનિટિ હેલ્થ સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. ટોપરાપાકથી ફૂડ પોઇઝનિંગની ઘટનામાં અનેક બાળકો પણ તેની ઝપેટમાં આવ્યાં હતાં. જેમાં એક ચાર વર્ષના બાળકની સ્થિતિ વધારે ખરાબ થતાં તેને વડનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં બાળકને દાખલ કરી સારવાર કરવામાં આવી રહી છે.

ફૂડ પોઇઝનિંગની ઘટનાની જાણ થતાં આરોગ્યની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આરોગ્યની ટીમે અનેક ઘરોમાં સર્વેલન્સની કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્યની ટીમ દ્વારા ટોપરાપાકના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

 

Advertisement
Tags :
Advertisement