For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં વર્ષ-2025 દરમિયાન 30 IAS અધિકારીઓ ઉપલબ્ધ થશે : ઋષિકેશ પટેલ

05:14 PM Feb 20, 2025 IST | revoi editor
ગુજરાતમાં વર્ષ 2025 દરમિયાન 30 ias અધિકારીઓ ઉપલબ્ધ થશે   ઋષિકેશ પટેલ
Advertisement
  • રાજ્યમાં IAS અધિકારીનું મંજુર મહેકમ 313 જેમાં 14 અધિકારી હાલ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર,
  • ગુજરાતમાં IASની 86 % જગ્યાઓ ભરાયેલી છે
  • 5 વર્ષમાં સીધી ભરતીથી 41 IAS અને બઢતીથી 54 મળીને કુલ 95  IAS અધિકારી મળ્યાં

 ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરી કાળ દરમિયાન તા.31/12/2024ની સ્થિતિએ રાજ્યમાં IAS અધિકારીઓની કુલ મંજૂર અને ખાલી જગ્યાઓ તેમજ સેન્ટ્રલ ડેપ્યુટેશનની સ્થિતિ સંદર્ભે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં IAS અધિકારીનું મંજુર મહેકમ 313 છે. જેમાં  14 અધિકારી હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે અને 56 જગ્યાઓ ખાલી છે.

Advertisement

મંત્રી  ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, ફેબ્રુઆરી-2025 દરમિયાન SCS (રાજ્ય મુલ્કિ સેવા) અધિકારીઓમાંથી બઢતીથી 20 તથા Non-SCS અધિકારીઓમાં પસંદગીથી 02 મળીને કુલ-22 IAS અધિકારીઓ, તેમજ ઑક્ટોબર-2025 સુધીમાં સીધી ભરતીથી અંદાજિત 08 IAS મળીને 30 IAS અધિકારીઓ રાજ્ય સરકારને ઉપલબ્ધ થશે .

વધુ વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે, IAS (કેડર) રુલ્સ 1954  પ્રમાણે IAS માળખું કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારનાં પરામર્શમાં નક્કી કરાય છે. જેની દર પાંચ વર્ષે સમીક્ષા કરવામાં આવે છે. છેલ્લે વર્ષ-2018માં થયેલી સમીક્ષા પ્રમાણે IAS સંવર્ગમાં હાલ 313  મહેકમ નિર્ધારીત થયેલ છે .જેમાં કેડર પોસ્ટ એટલે કે સીનિયર ડ્યુટી પોસ્ટ-170, સેન્ટ્રલ ડેપ્યુટેશન રીઝર્વ – 68, ,સ્ટેટ ડેપ્યુટેશન રીઝર્વ – 42,  લીવ રીઝર્વ – 28 અને ટ્રેનિંગ રીઝર્વ – 05 છે.

Advertisement

ગુજરાત સરકાર દ્વારા વર્ષ- 2024માં 343  એટલે કે નવીન 30 IAS ની જગ્યાઓ વધારી સંખ્યાબળ નિર્ધારિત કરવા માટે  કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે સીધી ભરતીથી 8 થી 9 IAS મળતા રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતને સીધી ભરતીથી કુલ 41 IAS અધિકારી મળ્યાં છે. પરંતુ વર્ષ 1992 થી 1994  દરમ્યાન ત્રણ વર્ષમાં તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા રાજ્યમાં સીધી ભરતીના કોઇ IAS અધિકારીની નિમણૂંક ન કરવા લીધેલ નિર્ણયની ખોટ આજે પણ રાજ્યમાં વર્તાઇ રહી છે.

મંત્રીએ વધુ વિગતો આપતા જણાંવ્યુ હતું કે, રાજ્યમાં IAS માટે સીધી ભરતીથી  નિર્ધારીત જગ્યાઓ 218 છે જેમાં હાલ 190 ભરાયેલી છે. બઢતીથી IAS માં નિયુક્ત થવા પાત્ર જગ્યાઓ 81  છે જેમાં 57 ભરાયેલી છે . પસંદગીથી IAS માં નિયુક્ત થવા પાત્ર (નોન સિવિલ સ્ટેટના અધિકારીઓમાંથી) કુલ 14 જગ્યાઓ પૈકી 10 ભરાયેલ છે. આમ કુલ નિર્ધારીત મહેકમ 313 માંથી 257  ભરાયેલી છે.

અત્રે નોંધનીય છે કે, ભરતીથી દેશમાં ભરાયેલ સરેરાશ 83.39%ની સામે ગુજરાતમાં 84.86 % જગ્યાઓ ભરાયેલ છે. જ્યારે બઢતીથી ભરવાની જગ્યાઓ દેશમાં સરેરાશ 74.86%ની સામે ગુજરાતમાં 78.95% ભરાયેલી છે.

Advertisement
Tags :
Advertisement