જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં જૂથ અથડામણમાં 3 આતંકવાદી ઠાર મરાયાં
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં, કઠુઆના જુથાનામાં રાત્રે થયેલી અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે સુરક્ષા દળોના ત્રણ જવાનો શહીદ થયાનું જાણવા મળે છે. નાયબ પોલીસ અધિક્ષક અને એક પેરા કમાન્ડો સહિત ચાર અન્ય સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા.
જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદને નાથવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ વિવિધ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન વહેલી સવારે સુરક્ષા દળોએ સુફૈન જંગલ વિસ્તારમાં શોધ અભિયાન હાથ ધરતા હતા ત્યારે આતંકવાદીઓના એક જૂથ સાથે અથડામણ થઈ, જેમાં ત્રણ આતંકવાદીને ઠાર કરાયા હતા. આ ઉપરાંત આ વિસ્તારમાં છુપાયેલા અન્ય આતંકવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષાદળોએ સર્ચ શરૂ કર્યું છે.
દેશને આતંકવાદ અને નક્સલવાદ મુક્ત બનાવવા માટે કેન્દ્રીય સુરક્ષાદળો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના પગલે વિવિધ વિસ્તારમાં સધન તપાસ કરવામાં આવી રહી છે.