For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મહારાષ્ટ્રમાં એનઆઈએ અને એટીએસના દરોડામાં 3 શકમંદો ઝડપાયાં

12:02 PM Dec 13, 2024 IST | revoi editor
મહારાષ્ટ્રમાં એનઆઈએ અને એટીએસના દરોડામાં 3 શકમંદો ઝડપાયાં
Advertisement

મુંબઈઃ રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએથી ત્રણ શકમંદોની અટકાયત કરી હતી. એનઆઇએ એ મહારાષ્ટ્ર એટીએસ સાથે મળીને અમરાવતી, ભિવંડી અને સંભાજીનગર વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા અટકાયત કરાયેલા ત્રણેય પર પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હોવાનો આરોપ છે. એનઆઈએ અને મહારાષ્ટ્ર એટીએસ, આ ત્રણેયની સઘન પૂછપરછ કરી રહી છે.

Advertisement

NIA દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં ભરતી અને નેટવર્કિંગના મામલે ચાલી રહેલી તપાસ અંતગર્ત પાંચ રાજ્યોમાં 19 સ્થળોએ તપાસ અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત અમદાવાદના સાણંદના ચેખલા ગામે, મદરેસામાં કામ કરતી શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી.

અમદાવાદના ચેખલા ગામના મદ્રેસામાં કામ કરતા શંકાસ્પદ વ્યકિતની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથેના કનેકશનને લઈ શંકાસ્પદ વ્યકિતની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઝડપાયેલા શંકાસ્પદ વ્યકિતનું નામ આદિલ હોવાનું સામે આવ્યું છે. હાલ આ વ્યક્તિને નેશનલ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે તેમાં પણ ખાસ કરીને જે સમગ્ર ઓપરેશન હાથ ધરાયું તેમાં અમદાવાદ જિલ્લા પોલીસને પણ સાથે રાખવામાં આવી હોવાની વિગતો હાલ સામે આવી રહી છે.

Advertisement

છેલ્લા ઘણા વર્ષોથી આતંકી સંગઠનના મૂળ ક્યાંક ઓનલાઈન પ્લેટફોર્મ પર ડાઈવર્ટ થયા છે. જેમાં ખાસ કરીને કેટલાક ખાસ ગ્રુપ બનાવીને તેમાં લોકોને અલગ અલગ મોડ્યુલમાં વિચારધારા સાથે જોડીને ત્યારબાદ તેઓને આતંકી સંગઠનના વિચારમાં જોડી દેવામાં આવતા હોવાના અનેક બાબતો સેન્ટ્રલ એજન્સીઓને મળી હતી. જે બાબતે અગાઉ પણ ઘણી વખત તપાસમાં ઓનલાઈન પ્લેટફોર્મથી જોડાયેલા આતંકીઓની કડી એજન્સીને મળી છે.

Advertisement
Tags :
Advertisement