For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને મદદ કરનારા 3 શખ્સો ઝડપાયા, મોટી માત્રામાં મોતનો સામાન ઝડપાયો

04:05 PM Sep 19, 2025 IST | revoi editor
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને મદદ કરનારા 3 શખ્સો ઝડપાયા  મોટી માત્રામાં મોતનો સામાન ઝડપાયો
Advertisement

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર પોલીસને પુંછ જિલ્લામાં મોટી સફળતા મળી છે. પોલીસે ત્રણ આતંકી સમર્થકોને ઝડપી પાડ્યા છે અને તેમના પાસેથી સાત AK-47 રાઈફલો સહિત ભારે પ્રમાણમાં હથિયારો અને ગોળા-બારૂદ જપ્ત કર્યા છે. આ માહિતી જમ્મુ રેન્જના પોલીસ મહાનિરીક્ષક (IGP) ભીમસેન ટુટી દ્વારા આપવામાં આવી. IGPએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા આ કાર્યવાહીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે ટીમના દૃઢ સંકલ્પ અને અવિરત મહેનતના પરિણામે આ મહત્વપૂર્ણ સફળતા મળી છે.

Advertisement

અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 07 AK-47 રાઈફલો (જેમાથી 04 અગાઉ જ જપ્ત કરવામાં આવી હતી) તેમજ ભારે માત્રામાં યુદ્ધ સામગ્રી કબજે લેવામાં આવી છે. ત્રણ આતંકી સમર્થકોની ધરપકડ બાદ તેમની પૂછપરછ ચાલી રહી છે, જેમાંથી વધુ મહત્વપૂર્ણ સુત્રો મળવાની સંભાવના છે. આ કાર્યવાહી આતંકવાદ સામે સુરક્ષા દળોની સતત ચાલી રહેલી અભિયાનનો એક ભાગ માનવામાં આવી રહી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement