હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર કાર ટ્રક સાથે અથડાતા 3નાં મોત, 4ને ઈજા

05:39 PM Jan 08, 2025 IST | revoi editor
Advertisement

ભરૂચઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં અંકલેશ્વર નજીક બોકરોલ બ્રિજ પાસે મુંબઈ તરફ જતી કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર આગળ જઈ રહેલી ટ્રકની પાછળ ઘૂંસી ગઈ હતી. આથી કારમાં પ્રવાસ કરી રહેલા ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે ચાર જણાને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે નંબર-48 પર બાકરોલ બ્રિજ પાસે વહેલી પરોઢે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જતી અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અજમેરમાં ઉર્સની ઉજવણી કરીને પરત મુંબઇના પાલઘર ખાતે જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં પરિવારના 7 પૈકી 3ના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યાં હતા. 108 એમ્બ્યુલન્સ, ક્રેન અને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યૂ કરી 4 ઇજાગ્રસ્તોને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખેસેડાયા હતા. જ્યાંથી ઇજાગ્રસ્તોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતને લીધે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, મુંબઈના પાલઘરનો પરિવાર અજમેરમાં ઉર્સની ઉજવણી માટે ગઈ તા. 6 જાન્યુઆરીના રોજ ગયો હતો. ત્યાંથી ઉર્સની ઉજવણી બાદ પરિવાર મુંબઈ જવા પરત ફર્યો હતો. ત્યારે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે આ પરિવારની અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર આગળ જતા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેમાં અર્ટિગા કાર સેન્ડવિચ થઈ ગઈ હતી અને પરિવારના 7 સભ્યોમાંથી 3ના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાની તપાસમાં પાનોલી પોલીસ ચલાવી રહી છે. મૃતકોનાં નામ તાહીર શેખ (ઉ.વ. 32), આયર્ન ચોગલે (ઉ.વ.23) અને  મુદ્દસરન જાટ (ઉ.વ.25) જાણવા મળ્યા છે. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને પહેલા ભરૂચ સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
3 killedAajna SamacharAnkleshwarBreaking News Gujaraticar-truck accidentGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota Banavnational highwayNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article