For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ડિજિટલ અરેસ્ટની ધમકી આપી રૂપિયા પડાવતી ગેન્ગના રશિયન સહિત 3 પકડાયા

05:49 PM Jan 02, 2025 IST | revoi editor
ડિજિટલ અરેસ્ટની ધમકી આપી રૂપિયા પડાવતી ગેન્ગના રશિયન સહિત 3 પકડાયા
Advertisement
  • કંબોડિયન ગેન્ગના ઈશારે લોકોને ટાર્ગેટ કરાતા હતા
  • અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
  • સિનિયર સિટિઝનને ડિજિટલ અરેસ્ટ કરી 17 લાખ પડાવ્યા હતા

અમદાવાદઃ ડિજિટલ અરેસ્ટના નામે ધમકાવીને લોકો પાસેથી રૂપિયા પડાવવાના ઓનલાઈન બનાવો વધતા જાય છે. સરકાર દ્વારા અખબારોમાં તેમજ વિવિધ માધ્યમોમાં ડિજિટલ અરેસ્ટ સામે લોકોને જાગૃત કરવા જહોર ખબરો આપવામાં આવે છે, છતાયે ભણેલા-ગણેલા લોકો ઠગ ટેળકીનો શિકાર બના રહ્યા છે. દરમિયાન અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ડિજિટલ અરેસ્ટના નામે ધમકી આપીને રૂપિયા પડાવતી ગેન્ગના ત્રણ શખસોને દબોચી લીધા છે. જેમાં એક રશિયનનો પણ સમાવેશ થાય છે.

Advertisement

ગુજરાત સહિત દેશભરમાં ડિજિટલ અરેસ્ટના બનાવોમાં વધારો છે. ડિજિટલ અરેસ્ટ કરી લોકોને ખંખેરતી ટોળકી સાથે હવે વિદેશી ગેંગનું કનેકશન પણ સામે આવ્યું છે. અમદાવાદના એક સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરી 17 લાખ પડાવવા મામલે સાયબર ક્રાઈમે એક રશિયન નાગરિક સહિત ત્રણને ઝડપી પાડ્યા છે. જેઓ કંબોડીયન ગેંગના ઈશારે ડિજિટલ અરેસ્ટના ગુનાને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે.

સાયબર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ અજાણ્યા શખસોએ પૂર્વ આયોજીત કાવતરૂ ઘડીને અમદાવાદમાં રહેતા એક સિનિયર સિટીઝનને ફોન કર્યો હતો અને પોતે કસ્ટમ વિભાગના દિલ્હી ખાતે આવેલા હેડક્વાર્ટરમાંથી ઇન્સ્પેક્ટર બોલુ છું તેવી ઓળખ આપી હતી. સિનિયર સીટીઝનને ગઠીયાએ ફોન પર કહ્યુ હતુ કે, તમારું પાર્સલ મલેશીયા ખાતે મોકલ્યુ છે તેનો ટ્રેકીંગ આઇ.ડી.નં- IND6835461720 જેની ટ્રાન્જેક્શન આઇ.ડી નં. 401811759660 છે. આ પાર્સલમાં 16 બોગસ પાસપોર્ટ તથા 58 ATM CARD અને 140 GM એમડી ડ્રગ્સ મળી આવ્યુ છે. ડ્રગ્સ મળી આવતા તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે. ગઠીયાએ સિનિયર સીટીઝનને કહ્યુ હતું કે તમારી ઇન્કવારી કરવા માટે આધારકાર્ડ તથા બેંક એકાઉન્ટ વેરીફીકેશન કરવાનુ છે. આ સાથે તેણે જણાવ્યુ હતું કે દિલ્હીના વંસતકુંજ પોલીસ સ્ટેશનના ખોટી પોલીસની ઓળખ બતાવી ફરિયાદ કરવાના બહાના હેઠળ HDFC બેંકના મેનેજર દ્વારા 40 કરોડનુ મનીલોન્ડરીંગ કર્યુ છે જેમાં તમને 10% લેખે કમિશન મળ્યુ છે. આ તમામ કાંડ ભેગા હોવાથી જેથી અરેસ્ટ વોરંટ અને અરેસ્ટ સિઝર વોરંટ અને કોંફીડેશિયલ એગ્રિમેન્ટના લેટર મોકલી વોટ્સએપ પર મોકલી આપ્યા છે.

Advertisement

ગઠીયાએ ઓનલાઇન બેંક એકાઉન્ટનુ વેરીફાઇ કરીને લિગલાઇજેશનના અલગ અલગ બહાના હેઠળ સિનિયર સીટીઝનના 17,00,000 પડાવી લીધા હતા. સિનિયર સીટીઝનને ચિંટીગ થઇ ગયુ હોવાની ખબર પડતા તેમણે તરતજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે તરતજ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યુ હતું કે, આ કેસમાં સંડોવાયેલા બે શખસો જેલમાં છે. પોલીસે ટ્રાસ્ફરવોંરટના આધારે બંન્ને શખસોની ધરપકડ કરીને પુછપરછ કરી હતી. પૂછપરછ સામે આવ્યુ હતુ કે તેમની સાથે એક રશિયન વ્યકિત પણ જોડાયેલો છે. સાયબર ક્રાઇમ પોલીસે રશિયનની પણ ધરપકડ કરી છે. રશિયનની ધરપકડ બાદ સામે આવ્યુ છે કે, કંબોડીયન ગેંગ દ્વારા સમગ્ર રેકેટ ચલાવવામાં આવતુ હતું. ત્રણની ધરપકડ બાદ હજુ બીજા ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા મનુભાઇ પટેલ NRI છે અને ઘણા સમયથી તેમની પત્નિ સાથે અમેરીકાથી અવરજવર કરી રહ્યા હતા. મનુભાઇ પટેલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ડિજિટલ એરેસ્ટની ફરિયાદ કરી હતી. 20મી ડિસેમ્બરના દિવસે ચારેક વાગ્યાની આસપાસ અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો હતો. અને મહીલાએ જીપીઓ મુંબઇ ખાતેથી બોલતી હોવાની ઓળખ આપી હતી. જેણે મનુભાઇને કહ્યું હતું કે તમારા દ્વારા ચાઇના ખાતે મોકલાવવામાં આવેલ પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યુ છે જે મુંબઇ કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. આ પાર્સલમાં તમારૂ આધારકાર્ડ જોઇન્ટ છે. આ પાર્સલમાં એટીએમ કાર્ડ, લેપટોપ અને 50 ગ્રામ એમડીએમએ નામનું ડ્રગ્સ મળી આવ્યુ છે. ડ્રગ્સ મામલે મુંબઇ સાયબર ક્રાઇમમાં કેસ દાખલ થયેલ છે. મહિલાએ મુંબઇ સાયબર ક્રાઇમ સાથે વાત કરાવવાનું કહીને વીડિયો કોલ કર્યો હતો. જેમાં મનુભાઇને મુંબઇ સાયબર ક્રાઇમમાંથી જુનીયર ઓફિસર સંદીપ ડાંગર તથા ડીસીપી બાલસિંગ રાજપુત બોલતા હોવાની ઓળખ આપી હતી. અને મનુભાઇ વિરુદ્ધમાં ડ્રગ્સનો તેમજ મની લોન્ડરીંગનો કેસ દાખલ થયો છે અને તેમની ધરપકડ કરીને મુંબઇ લઇ જવામાં આવશે. ડ્રગ્સના કેસમાં ઓછામાં ઓછી સાત વર્ષની જેલ થશે તેવુ કહીને મનુભાઇને ડરાવી દીધા હતા. મનુભાઇનો પાસપોર્ટ પણ જમાં થશે, અમેરીકા જઇ શકશે નહીં આવી ધમકીઓ પણ આપી હતી. આ સિવાય મનુભાઇના બેન્ક એકાઉન્ટમાં જેટલા રૂપીયા પડ્યા છે તે આરબીઆઇના સ્પેશીયલ એસ્ક્રો એકાઉન્ટમાં ફોરેન્સીક વેરીફીકેશન માટે મોકલવાના છે.જે વેરીફિકેશન બાદ રૂપિયા પરત મળી જશે તેવો ભરોસો આપ્યો આપ્યો હતો. જેથી મનુભાઇએ અલગ અલગ બેન્કમાં રહેલ એફડી તોડાવીને રૂપીયા 25.62 લાખ આરટીજીએસ મારફતે મોકલી આપ્યા હતાં. જે રૂપીયા પરત ના આપતા અંતે મનુભાઇએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ કેસમાં પણ ઝડયાપેલા ત્રણેય શખ્સોની પુછપરછ કરવામાં આવશે. રશીયનની ધરપકડ બાદ બીજા અનેક લોકો ઝડપાય તેવી શક્યતા છે.

Advertisement
Tags :
Advertisement