For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દૂબઈથી 1.81 કરોડનો ગોલ્ડ પાવડરની તસ્કરી કરીને જતાં 3 આરોપી મુદ્દામાલ સાથે પકડાયા

04:50 PM Jul 15, 2025 IST | Vinayak Barot
દૂબઈથી 1 81 કરોડનો ગોલ્ડ પાવડરની તસ્કરી કરીને જતાં 3 આરોપી મુદ્દામાલ સાથે પકડાયા
Advertisement
  • મંજુસર પોલીસે બાતમીને આધારે વોચ રાખી હતી,
  • કલાલી-બિલ રોડનો અશોક પ્રજાપતિ દુબઈથી સોનાની તસ્કરી કરાવતો હતો,
  • દુમાડ ચોકડી નજીકથી પકડાયેલા આરોપીઓ પાસેથી દારૂ, ઈ-સિગારેટ પણ મળી

વડોદરાઃ સોનાના ભાવમાં વધારો થતાં જ સોનાની દાણચોરી પણ વધી રહી છે. ખાસ કરીને ટેક્સ ફ્રી ગણાતા દૂંબઈથી સોનાની ખરીદી કરીને ભારતમાં ઘૂંસાડવામાં આવતું હોય છે. ત્યારે કસ્ટમ વિભાગની જેમ પોલીસ પણ એલર્ટ બની છે. અને  દુબઈથી સોનાની તસ્કરી કરનારા 3 આરોપીઓની મંજુસર પોલીસે ધરપકડ કરીને 1.81 કરોડનો ગોલ્ડ પાવડર કબજે કર્યો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેના સાવલી કટ પાસે ઉતરવાના હોવાની બાતમી મળતા મંજુસર પોલીસે તસ્કરી કરીને આવનારા 2 વ્યક્તિઓ સાથે અશોક પ્રજાપતિની પણ ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી દારૂની બોટલો અને ઈ-સીગારેટનો જથ્થો પણ મળી આવ્યો હતો. જ્યારે આ સોનાની તસ્કરીમાં અમદાવાદનો તસ્કર પણ સામેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, મંજુસર પોલીસને બાતમી મળી હતી કે, દૂબઈ આવેલા બે શખસો સોનાનો પાવડર લઈને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સાવલી કટ પાસે વાહનમાં ઉતરવાના છે. આથી બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને રૂપિયા 1.81 કરોડના ગોલ્ડ પાવડર સાથે બે શખસોને પકડી લીધા હતા. આરોપીઓ પાસેથી દારૂની બોટલો અને ઈ-સીગારેટનો જથ્થો પણ મળી આવ્યો હતો

આ અંગે મંજુસર પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે, અશોક રમણભાઈ પ્રજાપતિ નામનો વ્યક્તિ અલગ - અલગ વ્યક્તિઓને દુબઈ ખાતે મોકલી ભારત સરકારમાં કસ્ટમ એક્સાઈઝ ડ્યુટી ભરવી ન પડે તે માટે લગેજ બેગમાં ચોરી-છુપીથી સોનું સંતાડી ભારતમાં ઘુસાડીને સોનાની હેરા-ફેરી કરાવે છે. પોલીસે તમામને દુમાડ પોલીસ ચોકી લાવીને તેમની બેગોની ચકાસણી કરતા તેમાંથી વિદેશી દારૂ, અલગ-અલગ બ્રાંન્ડની ઈલેક્ટ્રીક સીગારેટ અને મોજામાંથી 1 કિલો 800 ગ્રામ સોનાનો પાવડર ઉપરાંત લેપટોપ, કપડા અને ચોકલેટ, ખજુર,કાજુ સહિત અન્ય સરસામાન મળી આવ્યો હતો.

Advertisement

આરોપી વિપુલ અને હરીશચંદ્રની પૂછપરછમાં તેમણે પોલીસને જણાવ્યું હતું કે, વિદેશી દારૂ અબુધાબી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અમદાવાદ એરપોર્ટથી ખરીદ્યો હતો. ઈ-સિગરેટ દુબઈ અબુધાબી એરપોર્ટથી ખરીદીને અશોક પ્રજાપતીને આપવાનું જણાવ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓએ મોજામાં એડીના ભાગે નાનું ખાનું બનાવીને ત્યાં મુલતાની ચીકણી માટીમાં ગોલ્ડ પાવડર મીક્ષ કરીને પ્લાસ્ટીકમાં વિટાળીને તેમાં છુપાવ્યું હતું. જ્યારે આ 1 કિલો 800 ગ્રામનું ગોલ્ડ પાવડરની બજાર કિંમત 1.81 કરોડ થાય છે. જોકે આ બનાવમાં ભેજાબાજોએ લિક્વિડ સોનું એરપોર્ટના મેટલ ડિટેક્ટરમાં પકડાયું નહોતું.

Advertisement
Tags :
Advertisement