અમદાવાદના ઓઢવ નજીક કારના ચોરખાનામાંથી 29 કિલો ચાંદી પકડાઈ
- પોલીસે કારની તલાસી લેતા ચાંદીનો જથ્થો મળી આવ્યો
- પોલીસે બે શખસોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી
- કારમાં સીટ નીચે ગુપ્ત ખાનું બનાવીને નટ-બોલ્ટ ફીટ કરી દીધા હતા
અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં બાતમીને આધારે પીસીબી પોલીસે એક કારને રોકીને તપાસ કરતા કારમાંથી 29 કિલો ચાંદીનો જથ્થો પકડાયો હતો. કારમાં પાછળની સીટ નીચે ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું હતું. અને ગુપ્ત ખાનામાં ચાદીનો જથ્થો મુકીને નટ-બોલ્ટથી ફીટ કરી દેવામાં આવ્યું હતું. જેથી કોઈને ખબર ન પડે એવી તરકીબ અજમાવવામાં આલી હતી. પોલીસે બે શખસોની અટકાયત કરીને કાર સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
શહેરના પૂર્વ વિસ્તારમાં ઓઢવ વિસ્તારમાં રીંગ રોડ પર પીસીબી (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ)ના સ્ટાફે બાતમીના આધારે એક કારને રાકીને તપાસ કરતા ચાંદીનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓએ કિયા કારમાં ચોરખાનું બનાવીને અંદાજે 29 કિલો ચાંદી છુપાવી હતી, જેની અંદાજિત કિંમત 29 લાખથી વધુ થાય છે. પોલીસે બે શખસની અટકાયત કરી કાર સહિત કુલ 45 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પીસીબીના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, શહેરના ઓઢવ રીંગરોડ પર વેપારી મહામંડળ નજીક બ્લેક કલરની કિયા કારને પોલીસે રોકી હતી. અને કારની તલાસી લીધી હતી. કારની બાજુની સીટમાં નીચે એક ચોર ખાનું બનાવ્યું હતું, જેની અંદર કોઈને ખબર ન પડે તે પ્રમાણે નટ- બોલ્ટથી ફીટ કરાયુ હતુ. પરંતુ કડક પૂછપરછ બાદ આ ખાનુ ખોલાવતા તેમાંથી 29 કિલો જેટલી ચાંદી મળી આવી હતી, જેની બજાર કિંમત 29 લાખથી વધુ થાય છે. આ સંદર્ભે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે હાલ કારના ડ્રાઇવર અબ્દુલ વહીદ ઉર્ફે ભૂરો અને ભાવેશ સોની જે ખેડાનો રહેવાસી છે, તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.