For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા મોટી રકમના પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે 2500ને નોટિસ

03:46 PM Dec 24, 2024 IST | revoi editor
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા મોટી રકમના પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે 2500ને નોટિસ
Advertisement
  • વેરો ન ભરનારાના નળના કનેક્શનો કપાશે,
  • એક કરોડથી વધુ રકમ બાકી હોવાથી પાલિકાએ ઝૂંબેશ હાથ ધરી,
  • કરદાતાઓનો રૂબરૂ સંપર્ક કરાયો

ધ્રાંગધ્રાઃ ગુજરાતમાં મોટાભાગની નગરપાલિકાઓ આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. ઘણી એવી નગરપાલિકાઓ છે કે તેના કર્મચારીઓને પગાર કરવાના પણ ફાંફા હોય છે. નગરપાલિકાઓ વીજળી બિલો પણ ભરી શકતી નથી. એટલે સરકાર તરફથી મળતી ગ્રાન્ટની ચાતકની જેમ રાહ જોવાતી હોય છે. નગરપાલિકાઓની આવકનો મુખ્યસ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે, નાગરિકો સમયસર ટેક્સ ન ભરે ત્યારે નરગપાલિકાની હાલત કફોડી બનતી હોય છે. ધ્રાંગધ્રા નગરપાલિકાએ પ્રોપર્ટી ટેક્સ સહિત વેરાની રૂ. 1 કરોડની બાકી રકમની કડક ઉધરાણી માટે 2500 જેટલા બાકીદારોને નોટિસ ફટકારી છે. ઝો નિયત સમયમાં બાકી બિલની રકમ ભરવામાં નહીં આવે તો નળના જોડાણો કાપવાની ચીમકી પણ આપવામાં આવી છે.

Advertisement

ધ્રાંગધ્રા નગરપાલિકાના લાંબા સમયથી મિલકત વેરો, પાણી વેરો, લાઈટ સહિતના વેરાની રકમ બાકી છે. ત્યારે નગરપાલિકા દ્વારા લાંબા સમયથી રૂ. 1 કરોડની બાકી રકમ હોવાથી ઉઘરાણી કડક કરવામાં આવી છે. જુદી જુદી ટીમો બનાવી બાકીદારોનો રૂબરૂ સંપર્ક કરી બાકી રકમ ભરપાઈ કરી જવાની તાકીદ કરવામાં આવી હતી. રૂબરૂ ઉધરાણી શરૂ કરવામાં આવતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. વેરાના બિલની રકમ ભરપાઈ કરવા માટે દોડધામ શરૂ કરવામાં આવી છે.

ધ્રાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસર મન્ટીલ પટેલના માર્ગદર્શન નીચે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ઉઘરાણી કરવામા આવી રહી છે. ત્યારે વેરાના બિલ ભરવા માટે રિક્ષામાં જાહેરાત કરી, બોર્ડ મૂકી, રૂબરૂ સંપર્ક કરી તાકીદ કરવામાં આવી રહી છે. બિલ નહીં ભરનારનું જરૂર પડે નળ કનેક્શન કાપી અને મિલકત સીલ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકાની આ કાર્યવાહીથી વેરાની રકમ ન ભરનારા બાકીદારોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement