For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી મર્યાદામાં 25 ટકાનો વધારો

06:21 PM Nov 30, 2024 IST | revoi editor
ગુજરાત સરકારના કર્મચારી અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી મર્યાદામાં 25 ટકાનો વધારો
Advertisement
  • તા. 1લી જાન્યુઆરી2024 પછી વય નિવૃત્ત થયેલા કર્મચારીઓને પણ લાભ મળશે,
  • રૂપિયા 20 લાખની મર્યાદા વધારી  હવે 25 લાખ,
  • નાણા વિભાગ દ્વારા હવે ઠરાવ કરાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે.

Advertisement

રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. 20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓને નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. 25 લાખની મર્યાદામાં આપવામાં આવશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો લાભ તા. 1લી જાન્યુઆરી, 2024  પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને મળશે. મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપતા આ અંગેના જરૂરી ઠરાવો નાણાં વિભાગ જારી કરશે. રાજ્ય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક રૂ. 53.15  કરોડનું ભારણ આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement