For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના 81 ડેમમાંથી 24 ડેમ છલોછલ ભરાયા

05:42 PM Aug 27, 2025 IST | Vinayak Barot
રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના 81 ડેમમાંથી 24 ડેમ છલોછલ ભરાયા
Advertisement
  • રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતો આજી- 1 ડેમ 06 ટકા ભરાયો,
  • રાજકોટ જિલ્લાના 27 ડેમમાંથી 7 ડેમ 100 ટકા ભરાયા,
  • સુરેન્દ્રનગર જિલ્લામાં 11 ડેમ પૈકી 2 ડેમ સો ટકા ભરાયા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ચોમાસાની સીઝન દરમિયાન 83.75 ટકા વરસાદ પડ્યો છે. સારા વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક સારી થઈ છે. જેમાં રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર જિલ્લાના 81 ડેમમાંથી 24 ડેમ 100 ટકા ભરાયા છે. તો અનેક ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.  રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આજી- 1 ડેમ 94.06 ટકા ભરાયો છે. જે કોઈપણ સમયે ઓવરફ્લો થઈ શકે છે.

Advertisement

સૌરાષ્ટ્રમાં ઓગસ્ટ મહિનામાં ખૂબ સારો વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક જળાશયો છલોછલ ભરાયા છે. રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર જિલ્લાના રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા 81 ડેમમાંથી 24 ડેમ 100 ટકા ભરાયા છે. તો અનેક ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.  રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આજી- 1 ડેમ 94.06 ટકા ભરાયો છે. જે કોઈપણ સમયે ઓવરફ્લો થઈ શકે છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના 27 ડેમમાંથી 7 ડેમ 100 ટકા ભરાયા છે. રાજકોટ જિલ્લાના મોજ ડેમ, આજી -3 ડેમ, સોડવદર ડેમ, ન્યારી -2 ડેમ, લાલપરી તળાવ, માલગઢ ડેમ 100 ટકા ભરાયા છે. મોરબી જિલ્લાના 10 ડેમમાંથી 1 ડેમ 100 ટકા ભરાયો છે. મોરબી જિલ્લાના ધોડાધ્રોઇ ડેમ 100 ટકા ભરાયો છે. જામનગર જિલ્લાના 21 ડેમમાંથી 7 ડેમ 100 ટકા ભરાયા છે

આ ઉપરાંત જામનગર જિલ્લાના સસોઈ ડેમ, ફુલઝર 1, ફુલઝર 2, ડાઈ મીણસર ડેમ, સસોઈ 2 ડેમ, વાગડીયા ડેમ 100 ટકા ભરાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 12 ડેમમાંથી 7 ડેમ 100 ટકા ભરાયા છે. વર્તુ 1 ડેમ, સોનમતી ડેમ, શેઢા ભાડથરી ડેમ, વિરાડી 1 ડેમ, વીરાડી 2 ડેમ, સિંધણી ડેમ, મીણસર (વાનાવડ)ડેમ 100ટકા ભરાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 11 ડેમ પૈકી 2 ડેમ સો ટકા ભરાયા વાંસલ ડેમ અને ત્રિવેણી ઠાંગા ડેમ સો ટકા ભરાયા છે.

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મેઘરાજાની મહેર ખૂબ સારી થઈ હતી. જેને કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક જળાશયો ભરાઈ ગયા છે. ખાસ કરીને જુલાઈ મહિના સુધી મેઘરાજાએ ઘણી રાહ જોવડાવી હતી. પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી જેથી વરસાદ સારો વરસ્યો હતો. ઓગસ્ટ મહિનામાં વરસેલા વરસાદના કારણે મગફળી કપાસ સહિતના ચોમાસુ પાકને ખૂબ સારો ફાયદો થયો છે.

Advertisement
Tags :
Advertisement