For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં કાલે શનિવારથી મીટર પર 24 કલાક પાણી અપાશે

05:30 PM Nov 14, 2025 IST | Vinayak Barot
ગાંધીનગરમાં કાલે શનિવારથી મીટર પર 24 કલાક પાણી અપાશે
Advertisement
  • ગાંધીનગર શહેરને 24 કલાક પાણી પુરવઠાની મહત્વાકાંક્ષી યોજના પૂર્ણ,
  • એકસાથે 24 કલાક પ્રતિ કલાક 40 લાખ લિટરના પ્રેશરથી પાણીનો સપ્લાય મળશે,
  • હવે નવા નિયમ મુજબ પાણીના વપરાશ પ્રમાણે બિલની ગણતરી થશે,

Advertisement

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર મીટરથી 24 કલાક પાણી આપવાનો પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તેનું ટેસ્ટિંગ કરાયુ હતું તે સફળ રહ્યા બાદ હવે આવતી કાલ તા. 15મીને શનિવારથી શહેરમાં 24 કલાક પૂરા ફોર્સથી પાણી પુરવઠો આપવામાં આવશે. તમામ સેક્ટરોમાં એકસાથે 24 કલાક પ્રતિ કલાક 40 લાખ લિટરના પ્રેશરથી પાણીનો સપ્લાય મળશે. સમગ્ર શહેરમાં હાલ 65 MLD પાણીનું વિતરણ કરવામાં આવે છે. જે જથ્થો યથાવત રાખવામાં આવ્યો છે.

ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવાની દિશામાં વધુ એક મહત્ત્વનું પગલું લેવાયું છે. શહેરમાં 24 કલાક પાણી પુરવઠાની મહત્વાકાંક્ષી યોજના હવે અંતિમ તબક્કે પહોંચી ગઈ છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવેલી તમામ તૈયારીઓ પૂર્ણ થતાં આગામી 15મી નવેમ્બરને શનિવારથી તમામ સેક્ટરોમાં 24 કલાક પાણીનો સપ્લાય શરૂ કરવામાં આવશે. પાટનગર યોજના વિભાગ દ્વારા અત્યાર સુધી દરરોજ સવારે આપવામાં આવી રહેલો બે કલાકનો પરંપરાગત પાણી પુરવઠો હવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.

Advertisement

ગાંધીનગરમાં 24 કલાક પાણી આપવાની યોજના આખરે ભારે વિલંબ અને વિવાદો બાદ સાકાર થઈ રહી છે. શરૂઆતના તબક્કામાં મુશ્કેલીઓનો સામનો કર્યા પછી છેલ્લા છ મહિનાથી પાણી પુરવઠા બોર્ડે કામગીરીમાં ઝડપ દાખવીને સંપૂર્ણ માળખું તૈયાર કરી દીધું છે. છેલ્લા બે મહિનાથી જૂના અને નવા સેક્ટરોમાં ટ્રાયલ રન ચાલી રહ્યો હતો. આ ટ્રાયલ રન દરમિયાન કોઈ વિક્ષેપ સર્જાય અને રહેવાસીઓ પાણીથી વંચિત ન રહે તે માટે સવારનો બે કલાકનો સપ્લાય યથાવત્ રખાયો હતો. હવે ટ્રાયલ રનનો તબક્કો પણ પૂર્ણતાના આરે હોવાથી આવતી કાલે તા.15મી નવેમ્બરથી તમામ સેક્ટરોમાં એકસાથે 24 કલાક પ્રતિ કલાક 40 લાખ લિટરના પ્રેશરથી પાણીનો સપ્લાય મળશે. સમગ્ર શહેરમાં હાલ 65 MLD પાણીનું વિતરણ કરવામાં આવે છે. જે જથ્થો યથાવત રાખવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં કાલે 15મી નવેમ્બરથી 24 કલાક પાણી પુરવઠાની યોજના શરૂ થઈ રહી છે ત્યારે આ યોજનાનો એક મહત્વનો ભાગ એટલે પાણીના મીટર આધારિત બિલિંગ સિસ્ટમ છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા શહેરના દરેક ઘર અને યુનિટમાં પાણીના મીટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. નાગરિકોને હવે તેમના મીટર રીડિંગના આધારે માસિક અથવા દ્વિ-માસિક બિલ મોકલવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement