For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં 200 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પડદાફાશ, વાહન ચેકિંગમાં બે શખસો પકડાયા

05:53 PM May 28, 2025 IST | revoi editor
સુરતમાં 200 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પડદાફાશ  વાહન ચેકિંગમાં બે શખસો પકડાયા
Advertisement
  • એક એકાઉન્ટમાં માત્ર 4 જ દિવસમાં 42 કરોડનું ટ્રાન્ઝેક્શન
  • 100 બેંક ખાતાંમાંથી 35 સામે ફરિયાદો
  • ચાઈનીઝ ગેંગ દ્વારા કરાતા સાઇબર ફ્રોડના નાણાં જમા લેતા હતા

સુરતઃ રાજ્યમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. ત્યારે વાહન ચેકિંગ દરમિયાન ઉધના પોલીસે બે શખસોને પકડીને પૂછપરછ કરતા કરોડો રૂપિયાના સાયબર ફ્રોડનો પડદાફાશ થયો છે. શહેરના ઉધના પોલીસે બાતમીના આધારે ગત અઠવાડિયે રામનગર ચાર રસ્તા પાસેથી એક યુવકને બેંક કિટ સાથે આંતર્યો હતો. આ કિટ તેને મીત પ્રવીણ ખોખારએ ડિલિવરી માટે આપી હોવાનું જણાવતાં તેની અટકાયત કરાઈ હતી. પાર્થની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવતાં સાઈબર ફ્રોડ ગેંગ માટે એકાઉન્ટ પૂરી પાડતી ટોળકીનો પર્દાફાશ થયો હતો. કિરતનોદ જાદવાણી અને દિવ્યેશ જિતેન્દ્ર ચકરાની ભાગીદારીમાં આખું રેકેટ ચલાવતા હતા અને મીત મારફત લોકોના બેન્ક એકાઉન્ટ મેળવી તેના આધારે સિમકાર્ડ તથા ટેકસ્ટાઈલ પેઢી બનાવી તેમાં મલેશિયાથી નેટવર્ક ચલાવતા ચાઈનીઝ ગેંગ દ્વારા કરાતી સાઇબર ફ્રોડના નાણાં જમા લેતા હતા.

Advertisement

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ રેકેટમાં સુરતના બે માસ્ટર માઇન્ડ છે. જેના છેડા વિદેશમાં ક્યુબામાં જોડાયેલા છે. બન્ને સૂત્રધારોએ છેલ્લા 6 મહિનામાં 200 કરોડના 100 બેંક ખાતાઓમાં ટ્રાન્જેકશનો કરેલા હોવાની ચોંકાવનારી હકીકતો પોલીસને જાણવા મળી છે. બન્ને ભાગીદારીમાં આ રેકેટ ચલાવે છે. જેમાં હજુ દિવ્યેશ ફરાર છે. તેને પકડવા માટે પોલીસ તેના ઘરે ગઈ હતી, જો કે તે હાથમાં આવ્યો નથી અને મોબાઇલ પણ બંધ છે. લેપટોપમાંથી મળેલા ડેટા આધારે 100 કરંટ બેંકોના ખાતાઓ છે અને તમામ ખાતાઓ સુરતની બેંકોના છે. આ ટોળકી પાસેથી મળેલા 100 બેંકોના ખાતા પૈકી 35 ખાતામાં સાયબર ક્રાઇમની દેશવ્યાપી ફરિયાદ પણ નોંધાયેલી છે.  બન્ને સૂત્રધારોને ક્યુબા દેશમાં બેઠેલા સૂત્રધાર 2 ટકા કમિશન પેટે વોલેટ ટુ વોલેટ USDT આપતા હતા. પછી કિરાટ અને દિવ્યેશ અહીં USDT વોલેટમાં અન્ય કોઈને વેચી રોકડા કરી લેતા હતા. બન્ને સૂત્રધારોએ છેલ્લા 6 મહિનામાં ઓનલાઇન ચીટીંગમાં 10 લાખ USDT કમાયા છે. કરંટ ખાતેદારને એક ખાતાના રૂ. 8 લાખની રકમ આપતા હતા. આથી તે શખસ પણ લાલચમાં આવી ભાડાની દુકાન બતાવી ધંધો તેમજ જીએસટી નંબર લઈ કરંટ ખાતુ ખોલાવી સૂત્રધારોને તમામ વિગતો આપી દેતા હતા. પછી ખાતાઓને ઓપરેટ કરવાનું તમામ કામ આ ગેંગ જ કરતી હતી.

સાયબર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, સાયબર ક્રાઈમને લગતા આ કેસમાં  એક બેંક ખાતામાં 3 દિવસમાં 42 કરોડના ટ્રાન્જેકશનો થયા હતા, અન્ય એક ખાતામાં 26 કરોડ અને 19 કરોડના ટ્રાન્જેકશનો થયા હતા. ક્યુબા દેશમાં કરંટ બેંક ખાતાઓની વિગતો રેઝર એક્સ એપ્લિકેશનથી મોકલતા હતા. જેમાં યુઝર આઈડી અને પાસવર્ડથી ઈન્ટરનેશનલ ટ્રાન્જેકશનો કરતા હતા.પોલીસે આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement