ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની 2.15 લાખ ગુણીની બમ્પર આવક,
- મહુવા યાર્ડ ડુંગળીની આવકથી છલકાતાં 200 વિધા જમીન ભાડે રાખવી પડી,
- લાલ ડુંગળી ઉપરાંત સફેદ ડુંગળીના 25000 કટ્ટાની આવક,
- 20 રાજ્યોના વેપારીઓ ડુંગળીની ખરીદી માટે યાર્ડમાં આવે છે
ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં મહુવા અને તળાજાનો વિસ્તાર ડુંગળીના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે, હાલ મહુવા યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક થઈ રહી છે. શરૂઆતમાં જ લાલ અને સફેદ ડુંગળીની 2 લાખ 15 હજાર ગુણીની આવક શરૂ થઈ છે. જેમાં લાલ ડુંગળીની 1,90,000 ગુણી અને સફેદ ડુંગળીની 25,000 ની આવક થતાં યાર્ડ ડુંગળીની આવકથી છલકાઈ ગયું હતું. અને યાર્ડમાં જગ્યા પણ ટુંકી પડતા ડુંગળી દેવળીયા ખાતે ભાડે રાખેલા 200 વિઘા જગ્યા પર ઉતારવી પડી હતી.
ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની આવકમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. અગાઉ માર્કેટિંગ યાર્ડ દ્વારા લાલ ડુંગળીની આવક બંધ કરવામાં આવી હતી પરંતુ ફરી શરૂ કરવામાં આવતાની સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડ લાલ અને સફેદ ડુંગળીની આવકથી છલકાઈ ગયું છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં 1,90,000 કટ્ટાની લાલ ડુંગળીની આવક નોંધાઈ છે. તેમજ 25,000 કટ્ટાની સફેદ ડુંગળીની આવક નોંધાઈ છે. આ સાથે જ તેના ભાવ સરેરાશ 550 રૂપિયાથી લઈને 700 રૂપિયાની આસપાસ ખેડૂતોને મળી રહ્યા છે. મહુવા યાર્ડમાં દરરોજ લાલ અને સફેદ ડુંગળીના 80,000 કટ્ટાનું વેચાણ કરવામાં આવે છે. આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં જગ્યા ટૂંકી પડતા દેવળીયા ભાડે રાખેલી જમીન પર ડુંગળી ઉતારવામાં આવી છે. વ્યવસ્થાના ભાગરૂપે યાર્ડ દ્વારા 200 વિઘા જમીન ભાડે રાખવામાં આવી છે. ખાસ કરીને મહુવા માર્કેટિંગ યાર્ડને ડુંગળીનું હબ ગણવામાં આવે છે, જેથી 20 થી વધુ રાજ્યોના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે મહુવા યાર્ડની મુલાકાત લે છે.
મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટ યાર્ડ ડુંગળીની આવકથી છલકાયુ છે. તેમજ ખેડુતોને ભાવ પણ સારા મળી રહ્યાં છે. લાલ અને સફેદ ડુંગળીના વેચાણમાં તેજી જોવા મળતા ખેડૂતોને રાહત થઈ છે. યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક શરૂ થઇ છે. શરૂઆતમાં જ લાલ અને સફેદ ડુંગળીની 2 લાખ 15 હજાર ગુણીની આવક શરૂ હતી.. જેમાં લાલ કાંદા 1,90,000 અને સફેદકાંદા 25,000 ગુણીની આવક થતાં યાર્ડની જગ્યા પણ ટુંકી પડતા ડુંગળી દેવળીયા ખાતે ભાડે રાખેલા 200 વિઘા જગ્યા પર ઉતારવી પડી હતી.