દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં 179 મુસાફરોના મોતની આશંકા
દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં જેજુ એર ફ્લાઇટમાં સવાર 181 મુસાફરોમાંથી 179 મુસાફરોના મૃત્યુની આશંકા. પ્લેન બેંગકોકથી મુઆન જઈ રહ્યું હતું, જે સિઓલથી લગભગ 290 કિલોમીટર દૂર છે. જેજુ એરલાઈન્સનું વિમાન આજે સવારે મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો.
દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 124 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 6 ક્રૂ મેમ્બરમાંથી બેને બચાવી લેવામાં આવ્યા હતા. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. રનવે પર ઉતરતી વખતે પ્લેન દિવાલ સાથે અથડાયું અને આગ લાગી. બ્લેક બોક્સ અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરની શોધથી વધુ તપાસ જાણી શકાશે.
દક્ષિણ કોરિયાના કાર્યવાહક પ્રમુખ ચોઈ સાંગ મોકે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને તમામ સંભવિત પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો કોરિયા એરપોર્ટ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટથી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.