For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 175મું અંગદાન થયું, 3 વ્યક્તિને મળ્યું નવુજીવન

11:24 AM Dec 06, 2024 IST | revoi editor
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 175મું અંગદાન થયું  3 વ્યક્તિને મળ્યું નવુજીવન
Advertisement

અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 175મું અંગદાન થયું છે. જાન્યુઆરી 2024 થી ડિસેમ્બર 03 સુધીમાં એટલે કે 11 મહિનામાં થયેલ આ 36 મું અંગદાન છે. 175 માં અંગદાનની વિગતો જોઈએ તો, અમદાવાદ ના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા સતિષ ચૌહાણને બ્લડ પ્રેસરની બિમારીને કારણે મગજની નસ ફાટી જતા બ્રેઈન હેમરેજ થયું. તા.27/11/2024 ના રોજ સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલમાં આઇ.સી.યુમાં સારવાર દરમિયાન તા.30.11.2024 ના રોજ ડૉક્ટરોએ સતિષ ચૌહાણને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

Advertisement

સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોની ટીમે સતિષ ચૌહાણના પરિવારજનોને પ્રથમ તેમની બ્રેઈન ડેડ અવસ્થા વિશે વિગતે સમજણ આપેલ અને બ્રેઈન ડેડ થયેલ દર્દી મેડીકલ વિજ્ઞાનની ભાષામાં મ્રુત્યુ પામેલુ જ હોઇ આવી પરિસ્થિતીમા સતિષભાઇ ફરીથી બેઠા થઇ શકે તેમ ન હોઈ સતિષભાઇના અંગોના દાન વિશે સમજાવ્યા.

સિવિલના ડોક્ટોરોની સમજાવટ, કુનેહ અને ધીરજ પુર્વકની સારવારના કારણે આખરે બ્રેઈન ડેડ થયાના ચાર દિવસ પછી સતિષભાઇ ના પરીવારજનોએ ભગવાનને ગમ્યુ તે ખરુ તેમ માની હકીકતનો સ્વીકાર કર્યો અને બીજા કોઇ માસુમના માથેથી પિતાની છત્રછાયા ન છીનવાય તેવા ઊમદા હેતુથી સતિષભાઇના અંગોનું દાન કરવાનો ર્નિણય કર્યો.

Advertisement

અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 568 અંગોનું દાન મળેલ છે. જેના થકી 550 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે. દાનમાં મળેલ બે કિડની તેમજ એક લીવરને સીવીલ મેડીસીટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement