For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારતની બ્રહ્મોસ મિસાઈલ ખરીદવા માટે 15 દેશોએ દર્શાવી તૈયારી

02:14 PM Jul 14, 2025 IST | revoi editor
ભારતની બ્રહ્મોસ મિસાઈલ ખરીદવા માટે 15 દેશોએ દર્શાવી તૈયારી
Advertisement

નવી દિલ્હીઃ મોટા મુસ્લિમ દેશો પણ બ્રહ્મોસ મિસાઇલ ખરીદવા માટે આગળ આવી રહ્યાં છે, આ બ્રહ્મોસ મિસાઈલથી જ ભારતે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો હતો. સાઉદી અરેબિયા, કતાર અને યુએઈ જેવા દેશોએ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદવામાં રસ દાખવ્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, 'તમે જોયું હશે કે બ્રહ્મોસ મિસાઇલે ઓપરેશન સિંદૂરમાં કમાલ કરી દેખાડ્યો છે અને બ્રહ્મોસ મિસાઇલના આ ચમત્કાર પછી, વિશ્વના લગભગ 14-15 દેશોએ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલની માંગણી કરી છે.'

Advertisement

જે દેશોએ ભારત સાથે બ્રહ્મોસ મિસાઇલ માટે સોદો કર્યો છે અથવા જેની સાથે વાતચીત ચાલી રહી છે તેમાં ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, વિયેતનામ અને મલેશિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, ઓમાન, કતાર, બ્રાઝિલ, ઇજિપ્ત, આર્જેન્ટિના, વેનેઝુએલા, બ્રુનેઈ, સિંગાપોર અને થાઇલેન્ડ જેવા દેશોએ તેમાં રસ દાખવ્યો છે. જો સોદાની વાત કરીએ તો, જાન્યુઆરી 2022 માં ફિલિપાઇન્સ સાથે બ્રહ્મોસ મિસાઇલ માટે $375 મિલિયનનો સોદો થયો હતો. તેના બે બેચ ડિલિવર કરવામાં આવ્યા છે. સૌથી મોટો મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયા પણ $450 મિલિયનનો સોદો કરવા માંગે છે, જોકે આ સોદો હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. વિયેતનામ પણ ભારત સાથે $700 મિલિયનનો સોદો કરવા માંગે છે. આ ઉપરાંત, મલેશિયા એરફોર્સે પણ બ્રહ્મોસમાં રસ દાખવ્યો છે. વાસ્તવમાં મલેશિયા સુખોઈ-30MKM ફાઇટર જેટનો ઉપયોગ કરે છે, જેના માટે બ્રહ્મોસ મિસાઇલ સંપૂર્ણ છે.

ભારતમાં સૌથી વધુ રસ દાખવનારા દેશોમાં મોટા મુસ્લિમ દેશો પણ શામેલ છે, જેમની સાથે પાકિસ્તાનના સારા સંબંધો છે. આ દેશોમાં સાઉદી અરેબિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા, સંયુક્ત આરબ અમીરાત, ઓમાન, કતાર ઇજિપ્ત જેવા દેશો શામેલ છે. જ્યારે પણ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ડગમગે છે, ત્યારે મુસ્લિમ દેશોના સંગઠન OIC માં સમાવિષ્ટ આ દેશો તેને ટેકો આપે છે. આવી સ્થિતિમાં, આ સમાચાર પાકિસ્તાનને ચોંકાવી દેશે.

Advertisement

Advertisement
Advertisement