રાજકોટ શહેરમાં છેલ્લા 10 મહિનામાં કૂતરા કરડવાના 14105 બનાવો બન્યા
- રાજકોટમાં છેલ્લા 17 વર્ષમાં 26 કરોડ ખર્ચે 84 હજાર શ્વાનનું ખસીકરણ કરાયુ,
- હજુ પણ 26500 રખડતા શ્વાન રાજકોટની શેરીઓમાં ફરી રહ્યા છે,
- ગણતરી મુજબ રોજ 46 લોકો રખડતાં શ્વાન ના કરડવાનો ભોગ બને છે,
રાજકોટઃ શહેરમાં કૂતરાના ખસ્સીકરણ પાછળ કરોડોના ખર્ચ કરવા છતાંયે કૂતરાની વસતીમાં ઘટાડો છયો નથી અને શહેરની શેરીઓમાં 26500 રખડતા કૂતરા છે. બીજીબાજુ કૂતરા કરડવાના બનાવો પણ વધતા જાય છે. શહેરમાં છેલ્લા 10 મહિનામાં 14105 લોકોને કૂતરા કરડવાના બનાવો બન્યા છે. દરમિયાન રખડતા શ્વાન સંદર્ભે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દરેક રાજ્ય સરકાર એકશન મોડમાં છે. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન ડોગ બાઈટના રોજ કેટલા બનાવો બને છે, આવું ન બને તે માટેનો ઉપાયો શું? સહિતની વિગતો માગી છે.
રાજકોટ શહેરમાં હજુ પણ 26500 શ્વાન શેરીઓ અને ગલીમાં ફરી રહ્યા છે. છેલ્લા 10 મહિનામાં જ 14105 લોકોને કૂતરા કરડવાના બનાવો બન્યા છે. આ ગણતરી મુજબ રોજ 46 લોકો રખડતાં કૂતરા કરડવાનો ભોગ બને છે. સરકારે તમામ માહિતી માગી છે ત્યારે આગામી દિવસોમાં નવો એક્શન પ્લાન કદાચ અમલમાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે તમામ મ્યુનિ.કોર્પોરેશન અને નગરપાલિકાને શહેરમાં કેટલી હોસ્પિટલ, શાળા-કોલેજ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આવ્યા છે તેનું લિસ્ટ આઉટ તૈયાર કરી મોકલવા આદેશ કરાયો છે. આ માહિતીમાં સંસ્થાઓની બાઉન્ડ્રી કેટલી ઊંચી છે, સિક્યુરિટીની શું વ્યવસ્થા છે, મુખ્ય અને અન્ય પ્રવેશ દ્વારો પર રખડતા કુતરા કેમપસમાં ન પ્રવેશ તે માટે શું વ્યવસ્થા રાખી છે તે સહિતની માહિતી માગી છે. અને દરેક સંસ્થામાં નોડલ ઓફિસર નિમણૂક કરવા તાકિદ કરી છે.
રાજકોટ શહેરમાં રખડતાં શ્વાનનો ભય એટલી હદે પ્રસરી ગયો છે કે અમુક વિસ્તારોમાં રાત્રે તો ઠીક દિવસે પણ સિનિયર સિટિઝનો અને બાળકોને એકલા પસાર થવામાં જોખમ રહેલું છે. રખડતાં શ્વાનના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં જીવદયાપ્રેમીઓના ભયે મ્યુનિનું તંત્ર કોઈ પગલાં લેતુ નથી. રખડતાં કૂતરાંઓના ત્રાસના મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢ્યા બાદ આરએમસીનું તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે અને રાજ્ય સરકારે માગેલી માહિતી એકઠી કરવા માટે આરોગ્ય વિભાગ, ડીઇઓ તંત્ર અને શાસનાધિકારી કચેરી પાસે માહિતી માગી છે.
રાજકોટ શહેરમાં એક અંદાજ મુજબ 26500 જેટલા કૂતરાં છે. મ્યુનિ.કોર્પોરેશન રખડતાં શહેરી કૂતરાંની વસતી કાબૂમાં લેવા માટે થોડા સમય પહેલાં ખસીકરણ સહિતની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા કરી હતી, પરંતુ તેમાં માત્ર એક જ એજન્સીએ રસ દાખવ્યો હતો