કેમરૂનમાં આતંકવાદીઓના હુમલામાં 12 સૈનિકોના મોત, 10 જવાન ઘાયલ
યાઉંડેઃ કેમરૂનમાં જેહાદી આતંકવાદીઓના હુમલામાં બહુરાષ્ટ્રીય સંયુક્ત ટાસ્ક ફોર્સ (MNJTF) ના ઓછામાં ઓછા 12 સૈનિકોના મોત થયાં હતા. જ્યારે લગભગ 10 અન્ય ઘાયલ થયા હતા. તેમ કેમરૂનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ હુમલો સોમવાર રાતથી મંગળવાર સુધી થયા હતા. આતંકવાદીઓએ કેમરૂન સરહદની નજીક, લેક ચાડ બેસિન કમિશનના વુલ્ગો વિસ્તારમાં, MNJTF ના સેક્ટર III માં સંરક્ષણ અને સુરક્ષા દળોની મિશ્ર ચોકી પર હુમલો કર્યો હતો.
નિવેદન અનુસાર, આતંકવાદીઓએ હુમલા દરમિયાન અનેક હળવા વ્યૂહાત્મક વાહનોમાં "અદ્યતન શસ્ત્રો"નો ઉપયોગ કર્યો હતો કારણ કે તેમના શક્તિશાળી આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠનો સાથે સ્પષ્ટ જોડાણ હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બધા ઘાયલ સૈનિકોને ચાડની રાજધાની એન'જામેના લઈ જવામાં આવ્યા છે. બોકો હરામ જેવા આતંકવાદી જૂથો એક દાયકા કરતાં વધુ સમયથી લેક ચાડ બેસિનમાં સક્રિય છે.