For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગીલોલથી કારના કાચ તોડીને ચોરી કરતી ત્રીચી ગેન્ગના 12 શખસો પકડાયા

05:35 PM Jan 10, 2025 IST | revoi editor
ગીલોલથી કારના કાચ તોડીને ચોરી કરતી ત્રીચી ગેન્ગના 12 શખસો પકડાયા
Advertisement
  • જામનગરમાં અનંત અંબાણીના પ્રિ-વેડિંગમાં ચોરી કરવા ગયા પણ મોકો ન મળ્યો,
  • ગેંગે કારના કાચ તોડી ચોરેલી 10 લાખ ઉપરાંતની મતા ક્રાઇમ બ્રાન્ચે કબજે કરી,
  • જુદાં જુદાં શહેરોમાં પાર્ક થયેલી કારમાંથી ચોરી કરતા હતા, અનેક ગુનાના ભેદ ઉકેલાયા

વડોદરાઃ રોડ-રસ્તાઓ પર પાર્ક કરેલી કારના કાચ તોડીને ચોરી કરતી આંતરરાજ્ય ત્રીચી ગેન્ગના ડઝન શખસોને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દબાચી લીધા છે. ત્રીચી ગેન્ગ ચોરી કરવામાં મોહેર છે. આ ગેન્ગ જામનગરમાં જાણીતા ઉદ્યોગપતિ અનંત અંબાણીના પ્રિ-વેડિંગ સમારોહમાં પણ ચોરી કરવા પહોંચી ગઈ હતી પરંતુ  સિક્યુરિટીનો ભારે બંદોબસ્ત હોવાથી ચોરી કરવાનો મોકો મળ્યો નહતો. પણ અન્ય સ્થળોએ કારના કાચ તોડીને ચોરી કરી હતી.

Advertisement

વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દક્ષિણ ભારતની ત્રીચી ગેંગનાં 12 રીઢા ચોરને ઝડપી 10 લાખથી વધુ કિંમતના મુદ્દામાલ કબ્જે કરી 25 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ત્રીચી ગેન્ગના શખસો જાહેર રોડ પર પાર્ક કરેલી કારમાં ગીલોલ વડે કાચ તોડી કિંમતી સામાનની ચોરી કરતી હતી. ઝડપાયેલી ગેંગના મુખ્ય સૂત્રધાર જગન બાલા સુબ્રમણ્યમએ કબૂલ્યું છે કે અનંત અંબાણીના પ્રિ-વેડિંગનો જામનગરના કાર્યક્રમ હતો અને  ટ્રેન દ્વારા ગેન્ગના બધા સભ્યો ચોરી કરવા માટે જામનગર પહોંચ્યા હતા. પરંતુ ત્યાં સિક્યુરિટી વધારે પડતી હોવાથી તે સ્થળ ઉપર ચોરી થઈ શકી ન હતી પરંતુ અન્ય સ્થળે કારના કાચ તોડી ચોરી કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચની પૂછતાછમાં અનેક ગુનાનો ભેદ ઉકેવલાયો છે. દેશના જુદા જુદા રાજ્યો જેવાકે મહારાષ્ટ્રનાં પુના, નાસિક,  શિરડી તેમજ ગોવા, દિલ્હી, અમદાવાદ, વાપી, જામનગર સહિત શહેરના જુદા જુદા સ્થળો ઉપર ટોળકીએ ગુના કર્યા હતા. જુદા જુદા શહેરોમાં પાર્ક કરેલી કાર જેમાં કીમતી સામાન મૂક્યો હોય એને નિશાન બનાવી આ ટોળકીના સભ્યો ગીલોલમાં લોખંડનો છરો ભરાવી જોરથી પ્રહાર કરતા હતા. જેનાથી કાચ તૂટી ગયા બાદ એમાંથી બેગ, પર્સ કે થેલો ઉઠાવી ભાગતા હતા .

Advertisement

ક્રાઇમ બ્રાન્ચને દક્ષિણ ભારતના લાગતા 12 જેટલા શંકાસ્પદ યુવકો આજવારોડ હાઇવે ચોકડી પાસે પૂલ નીચે રોકાયા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસની ટીમે ત્યાં જઈ તપાસ કરતા તેમની પાસેથી ચોરીના મનાતા લેપટોપ, ટેબલેટ, મોંઘા ફોન અને સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિતનો સામાન મળી આવ્યો હતો. જ્યારે ચોરી માટે વપરાતી 3 ગિલોલ 180 ધાતુના છરા સહિત 10.05 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે એમની પુછપરછ કરતા તેમને ત્રિચિ ગેંગ નાં સભ્યો હોવાની એન કારના કાચ તોડી કીમતી સામાનની ચોરી કરતા હોવાનું કબૂલ્યું હતું પોલીસે તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગેંગના સભ્યો ઉચ્ચ શિક્ષિત છે.,જ્યારે કારમાં ડ્રાઈવર કે માલિક હાજર હોય એમને રૂપિયા નીચે પડી ગયા હોવાનુ જણાવી ધ્યાન ચૂકવી અને કારમાંથી ઓઇલ ટપકે છે એમ જણાવી ધ્યાન ચૂકવતા હતા અને કારમાંથી કીમતી સામાન ઉઠાવી ભાગતા હતા ચોરી કરવાનું સ્થળનો મુખ્ય સૂત્રધાર જગન નક્કી કરતો હતો. અલગ અલગ શહેરોમાં બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન માર્કેટ મોલ જેવા વિસ્તારો જ્યાં પાર્કિંગ વધુ હોય ત્યાં આ લોકો આવા ગુના કરતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કારનો કાચ મજબૂત હોય છે એને તોડવા માટે આ ગેંગ મોટી હેર પિનને પહોળી કરી એની ઉપર રબર લગાવતા હતા ત્યાર બાદ લોખંડ કે ધાતુનો છરો એમાં ભેરવી નજીક થી કાચ ઉપર નિશાન લગાવી તોડી નાખતા હતા.

Advertisement
Tags :
Advertisement