For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઉત્તર ગુજરાતમાં 110 કિમીના સ્ટેટ હાઈવેને રૂપિયા 858 કરોડના ખર્ચે હાઈસ્પીડ કોરીડોરમાં ફેરવાશે

05:05 PM Nov 18, 2025 IST | Vinayak Barot
ઉત્તર ગુજરાતમાં 110 કિમીના સ્ટેટ હાઈવેને રૂપિયા 858 કરોડના ખર્ચે હાઈસ્પીડ કોરીડોરમાં ફેરવાશે
Advertisement
  • મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના સ્ટેટ હાઈવે પહોળા કરાશે,
  • હાઇસ્પીડ કોરીડોરની કામગીરી માટે ટેન્ડર પ્રકિયા હાથ ધરાશે,
  • સ્થાનિક તંત્રને જમીન સંપાદન, ફોરેસ્ટ મંજૂરી સહિતની કામગીરી માટે અપાઈ સુચના

અમદાવાદઃ ગુજરાત હાઇસ્પીડ કોરીડોર પ્રોજેક્ટમાં ઉત્તર ગુજરાતના 5 સ્ટેટ હાઇવેને આવરી લેવામા આવ્યા છે. મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કુલ 110.9 કિલોમીટર લાંબા હયાત સ્ટેટ હાઇવેને રૂ.858.39 કરોડના ખર્ચે હાઇસ્પીડ કોરીડોરમાં ફેરવામાં આવશે. હાઇસ્પીડ કોરીડોરની કામગીરીમાં હયાત હાઇવેની પહોળાઇમાં વધારો થશે. જેને લઇ સ્થાનિક તંત્રને જમીન સંપાદન, ફોરેસ્ટ મંજૂરી સહિતની કામગીરી બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની રહેશે.

Advertisement

ઉત્તર ગુજરાતમાં 5 સ્ટેટ હાઈવે પર ટ્રાફિકનું સતત ભારણ વધી રહ્યુ છે. તેથી સ્ટેટ હાઈવેને હાઈસ્પિડ કોરીડોરમાં ફેરવાશે. જેમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કુલ 110.9 કિલોમીટર લાંબા હયાત સ્ટેટ હાઇવેને રૂ.858.39 કરોડના ખર્ચે હાઇસ્પીડ કોરીડોરમાં ફેરવાને નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના 5 સ્ટેટ હાઈવેમાં મહેસાણા જિલ્લામાં ઊંઝાથી પાટણને જોડતો 26 કિમીના હાઇવેને રૂ.102.40 કરોડના ખર્ચે બે તબક્કામાં કોરીડોરમાં ફેરવામાં આવશે. આ હાઇવે માટે જમીન સંપાદન, ફોરેસ્ટની મંજૂરી,‎યુટીલીટી શીફ્ટીંગ, સર્વે અને ડીપીઆરની કામગીરી કરાશે.‎

આ ઉપરાંત પાટણ બાયપાસ જે શિહોરી જંકશનથી ઊંઝા જંકશન સુધી 5.85 કિલોમીટરનો રહેશે. રૂ.99.28‎કરોડના ખર્ચે બનનાર આ હાઇવે માટે જમીન સંપાદન અને યુટીલીટી શીફ્ટીંગ કરાશે.‎ શિહોરી પાટણ રોડના આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે પાટણ-વાયદ વચ્ચેના 24.54 કિમીનું કામ ‎થશે. રૂ.248.71 કરોડના ખર્ચના આ કોરીડોરમાં મેજર રીવર બ્રિજ અને માઇનોર બ્રિજ રહેશે.‎અહીં પણ જમીન સંપાદન, ફોરેસ્ટની મંજૂરી, યુટીલીટી શીફ્ટીંગ, સર્વે અને ડીપીઆરની કામગીરી ‎કરાશે. જ્યારે બીજા તબક્કે વાયદની શિહોરી વચ્ચેના 9.46 કિમીનું કામ થશે. રૂ.80 કરોડના ખર્ચે‎જમીન સંપાદન, ફોરેસ્ટની મંજૂરી, યુટીલીટી શીફ્ટીંગ, સર્વે અને ડીપીઆરની કામગીરી કરાશે.‎ તેમજ શિહોરીથી દિયોદરના 18.3 કિમીનો હાઇવેને રૂ.153 કરોડના ખર્ચે કોરીડોરમાં ફેરવાશે. આ માટે‎જમીન સંપાદન, ફોરેસ્ટની મંજૂરી, યુટીલીટી શીફ્ટીંગ, સર્વે અને ડીપીઆરની કામગીરી કરાશે.‎

Advertisement

બનાસકાંઠામાં ખિમાણા-દિયોદર-ભાભરના આ હાઇવેમાં દિયોદરથી ભાભર વચ્ચે 20.9 કિમીના આ કોરીડોર‎પાછળ રૂ.175 કરોડના ખર્ચનો અંદાજ છે. અહીં જમીન સંપાદન, ફોરેસ્ટની મંજૂરી, યુટીલીટી‎શીફ્ટીંગ, સર્વે અને ડીપીઆરની કામગીરી કરાશે.‎

Advertisement
Tags :
Advertisement