For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દેશમાં 10 વર્ષમાં નવી 10500 નવી પોસ્ટ ઓફિસ શરૂ કરાઈ

12:17 PM Dec 06, 2024 IST | revoi editor
દેશમાં 10 વર્ષમાં નવી 10500 નવી પોસ્ટ ઓફિસ શરૂ કરાઈ
Advertisement

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશમાં વિવિધ વિસ્તારોમાં ઓછામાં ઓછા 3 કિલોમીટરના ક્ષેત્રમાં એક પોસ્ટ ઓફિસ શરૂ કરવાની નેમ રાખી છે. કેન્દ્રિય દૂરસંદેશા વ્યવહાર રાજયમંત્રી પી.ચંદ્રશેખરે આજે રાજયસભામાં પૂરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં 10 હજાર 500 નવી પોસ્ટ ઓફિસો શરૂ કરવામાં આવી છે. આ પૈકી 90 ટકા દેશના ગ્રામીણ વિસ્તારોમાં શરૂ કરાઇ છે. બીજા એકપ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં કાર્યરત એક લાખ 65 હજારથી વધુ પોસ્ટ ઓફિસોમાં આશરે સાડા ચાર લાખથી વધુ કર્મચારીઓ કાર્યરત છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement