For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપમાં અત્યાર સુધીમાં 1000 લોકોના મોતની આશંકા

02:15 PM Mar 29, 2025 IST | revoi editor
મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપમાં અત્યાર સુધીમાં 1000 લોકોના મોતની આશંકા
Advertisement

બેંગકોકઃ મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને એક થયાનું જાણવા મળે છે. જ્યારે આ ભૂકંપમાં 1670 લોકો ઘાયલ પણ થયા છે.  મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શુક્રવારે આવેલા ભૂકંપના કારણે દેશના મોટા ભાગોમાં ભારે તબાહી મચી ગઈ હતી. આ ભૂકંપ સપાટીની ખૂબ નજીક હતો.

Advertisement

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારત દ્વારા મ્યાનમારમાં રાહત અને બચાવ સામગ્રી મોકલવામાં આવી છે. તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાનું C-130 વિમાન ધાબળા, તાડપત્રી, સ્વચ્છતા કીટ, સ્લીપિંગ બેગ, સૌર લેમ્પ, ફૂડ પેકેટ અને રસોડાના સેટ લઈને ઉડાન ભરી રહ્યું છે. આ વિમાનમાં બચાવ અને તબીબી ટીમ પણ જઈ રહી છે. અમે આ વિકાસ પર નજર રાખી રહ્યા છીએ અને વધુ મદદ પૂરી પાડવામાં આવશે.

શ્રીલંકાના વિદેશ, વિદેશી રોજગાર અને પર્યટન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે શુક્રવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપથી પ્રભાવિત લોકો સાથે એકતામાં ઉભું છે. મંત્રાલયે પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી. મંત્રાલયે થાઇલેન્ડ અને મ્યાનમારમાં શ્રીલંકાના લોકોને સતર્ક રહેવા અને યાંગોન અને બેંગકોકમાં શ્રીલંકાના દૂતાવાસોનો સંપર્ક કરવા વિનંતી કરી.

Advertisement

મ્યાનમારમાં આવેલા 7.7 ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણપશ્ચિમ ચીનના યુનાન પ્રાંતમાં 1,700 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. ચીનની સરકારી ટેલિવિઝન ચેનલએ શુક્રવારે આ માહિતી આપી હતી. ભૂકંપના કારણે સરહદી જિલ્લા રુઈલીમાં 458 ઘરો ધરાશાયી થયા હતા, જેમાં કુલ 1,705 લોકો પ્રભાવિત થયા હતા. બે લોકો ઘાયલ થયા હતા. અનેક ઊંચી ઇમારતો અને જૂના મકાનોને નુકસાન થયું હતું. પાણી અને વીજળી પુરવઠો, જાહેર પરિવહન અને ટેલિકોમ્યુનિકેશન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. ભૂકંપની અસરો મ્યાનમારના પાંચ પડોશી દેશોમાં પણ અનુભવાઈ હતી. મ્યાનમારના વડા પ્રધાન મિન આંગ હ્લેઇંગે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 144 લોકો માર્યા ગયા છે. રશિયાના કટોકટી મંત્રાલયે કટોકટી પ્રતિભાવ પ્રયાસમાં મ્યાનમારને મદદ કરવા માટે બચાવ ટીમોને લઈને બે વિમાનો મોકલ્યા.

Advertisement
Tags :
Advertisement