For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પતંગ-દોરીના ભાવમાં 10થી 15 ટકાનો વધારો, પતંગોમાં અવનવી વેરાઈટીઓ

05:45 PM Jan 09, 2025 IST | revoi editor
પતંગ દોરીના ભાવમાં 10થી 15 ટકાનો વધારો  પતંગોમાં અવનવી વેરાઈટીઓ
Advertisement
  • પતંગ-દોરીની ખરીદી માટે જામતી ભીડ
  • 2025 વેલકમ અને આઈ લવ ઈન્ડિયા લખેલા પતંગોએ આકર્ષણ જમાવ્યુ
  • બાળકો માટે કાર્ટુનવાળી પતંગોની પણ ડિમાન્ડ

અમદાવાદઃ ઉત્તરાણના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે પતંગરસિયાઓ પતંગ, દોરી, ચશ્મા, ટોપી સહિતની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. આ વખતે પતંગ-દોરીની કિંમતમાં સરેરાશ 10થી 15 ટકાનો વધારો થયો છે. કાચા માલની મર્યાદિત આવક તેમજ પતંગ બનાવવાની સામગ્રીની કિંમતમાં થયેલા વધારાને પગલે પતંગ-દોરીની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. એટલે આ વખતે પતંગરસિયાઓને ઉત્તરાણ મોંઘી પડશે.

Advertisement

અમદાવાદ શહેરમાં ખાડિયા, રાયપુર, શાહપુર સહિત પતંગ બજારમાં પતંગ દોરીની ખરીદીમાં ઘરાકી જોવા મળી રહી છે, શહેરના પશ્વિમ વિસ્તારમાં પણ પતંગોના સ્ટોલ લાગી ગયા છે. આંબાવાડી અને લાલ દરવાજા વિસ્તારમાં દોરી પીવડાવવા માટે પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. આ વખતે પતંગ અને દોરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે 5 પતંગની કિંમત રૂપિયા 15થી રૂપિયા 20 હતી. જેના માટે આ વર્ષે હવે રૂપિયા 20 થી રૃપિયા 25 ચૂકવવા પડશે. આમ, પંજે  5-10 રૂપિયાનો વધારો થયો છે, આમ, પતંગ રૂ.6 થી લઈ 150 સુધી બજારમાં પતંગના પંજા ઉપલબ્ધ છે. આ જ રીતે હજાર વારની ફિરકીની કિંમત ગત વર્ષે રૂપિયા 100 હતી. પતંગની ખરીદી અને દોરી ઘસાવવા માટે આવનારાનું પ્રમાણ પણ હજુ સાધારણ જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરોમાં આ વર્ષે પતંગ દોરીના ભાવમાં 10થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે જેમાં 1000 વાર દોરીના 100 થી લઈ 300 સુધી, 2000 વાર દોરીના 200 થી 700 અને 5,000 વાર દોરીના 500થી હજાર સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.  જ્યારે 100 નંગ પતંગના ભાવો જોઈતો, સફેદ ચિલ રૂપિયા 300, કલર ચિલ રૂપિયા 360, કલર ચિલ પ્રિન્ટના રૂપિયા -420, લેમન ચિલ પ્રિન્ટના રૂપિયા - 420, સફેદ પ્રિન્ટ ચિલના રૂપિયા -360, સફેદ ચાંદ ચિલના રૂપિયા -380, કલર ચાંદ ના રૂપિયા -420 હોલસેલ ભાવો જોવા મળ્યા છે

Advertisement

પતંગના વેપારીઓના કહેવા મુજબ આ વર્ષે પતંગ વેરાયટીઓ જોવા મળી રહી છે. જેમાં બાળકો માટે કાર્ટુન વાળી પતંગો, 2025 વેલકમ, આઈ લવ ઈન્ડિયા, જેવી અનેક વેરાયટીઓ ઉપલબ્ધ છે, આમ ઉતરાયણ પર્વ બ્યુગલ, ગેસના ફુગ્ગાઓ, ડોક્ટર પટ્ટી, ચશ્મા, ટોપી સહિતની વસ્તુઓનો લોકો ખરીદી કરી રહ્યા છે. જોકે, ભાવ વધારા છતાં આ વખતે પતંગ-દોરીનું વેચાણ ગત વર્ષ કરતાં વધશે તેમ પતંગબજારના વેપારીઓનું માનવું છે.

પતંગના હોલસેલના વેચાણ સાથે સંકળાયેલા વેપારીએ જણાવ્યું કે, કમાન, વાંસ, કાગળ સહિતના કાચા માલ તેમજ મજૂરીની કિંમતમાં વધારો થતાં પતંગની કિંમત આ વખતે 10 ટકા સુધી વધી ગઇ છે. આ ઉપરાંત વખતે ઉત્તરાયણમાં પતંગનું વેચાણ સારું એવું થશે તેવી ઘરણાં વ્યક્ત કરી હતી. આ વખતે પતંગની વેરાયટીઓમાં નાના નાના પતંગો લોકો ભગવાન શણગાર કરતા હોય છે ડેકોરેશન કરતા હોય છે, આ વર્ષે પતંગ ખંભાત, નડિયાદ, સુરત, બરોડા તથા અમદાવાદની અલગ અલગ ફેન્સી પતંગો બજારમાં વેચાણ અર્થે લાવ્યા છીએ.

Advertisement
Tags :
Advertisement