For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભૂજમાં APMC પાસે 1.16 કરોડ અને જથ્થાબંધ બજારનો 1.23 કરોડને વેરો બાકી

06:10 PM Dec 20, 2024 IST | revoi editor
ભૂજમાં apmc પાસે 1 16 કરોડ અને જથ્થાબંધ બજારનો 1 23 કરોડને વેરો બાકી
Advertisement
  • ભૂજ નગરપાલિકાએ બન્ને સંસ્થાઓને નોટિસ ફટકારી,
  • APMCની 325 દુકાનોનો વેરો 11 વર્ષથી બાકી બોલે છે
  • પાલિકાના સત્તાધિશો પણ દર વર્ષે નોટિસ મોકલીને સંતોષ માને છે

ભુજઃ શહેરની નગરપાલિકાની મુખ્ય આવક પ્રોપર્ટી ટેક્સની છે. પણ ઘણાબધા ટેક્સધારકો નિયમિત ટેક્સ ભરતા નથી. લાખો રૂપિયાનો ટેક્સ બાકી હોવાથી નગરપાલિકા આર્થિક મુશ્કેલી સહન કરી રહી છે. અને હવે સૌથી વધુ પ્રોપર્ટી ટેક્સ બાકી હોય એવા કરદાતાઓને નોટિસ ફટકારવામાં આવની રહી છે. જેમાં શહેરના એપીએમસી.ને 1 કરોડ 16 લાખ 10 હજાર 572 રૂપિયા અને જથ્થાબંધ બજારને 1 કરોડ 23 લાખ 75 હજાર 730 રૂપિયાની ચડત બાકી રકમનો મિલકત વેરો વેળાસર ભરી જવા નોટિસ ફટકારી હતી.

Advertisement

ભુજ શહેરમાં ભૂકંપ પછી એગ્રી કલચરલ પ્રોડક્ટ માર્કેટ કમિટી એટલે કે એપીએમસીની માલિકીની 325 ઉપરાંત નાની મોટી દુકાનો બનાવવામાં આવી છે. જેને વપરાશ બાદ નગરપાલિકાના ચોપડે ચડતા એપીએમસીના સત્તાધિશોએ વર્ષ 2012/13થી મિલકત વેરો ભરતી નથી.  જેથી ભુજ નગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા દર હિસાબી વર્ષના અંતે માર્ચ મહિનામાં ચડત બાકી રકમ ભરી જવા નોટિસો ફટકારવામાં આવે છે. પરંતુ એપીએમસીના સત્તાધિશોએ એક યા બીજા કારણો આગળ ધરીને હજુ સુધી બાકી વેરાની રકમ ભરાઈ નથી.

ભુજ નગરપાલિકા અને એપીએમસીમાં ભાજપનું સુકાન છે. પરંતુ પ્રશ્નનો  નિવેડો લાવવાને બદલે વણઉકેલ્યો  રાખવામાં આવે છે. એવી જ રીતે જથ્થાબંધ બજારમાં પણ 350 જેટલી દુકાનો છે. ત્યાં પણ એપીએમસી જેવો જ તાલ છે. કેટલાક આગેવાનો તો નગરપાલિકા અને જથ્થાબંધ બજાર ઉપરાંત એપીએમસી સાથે પણ હોદ્દાની રૂએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે. પદ પ્રતિષ્ઠા તો ભોગવી લે છે. હોદ્દાની રૂએ બને એટલા વધુને વધુ લાભો પણ મેળવી લે છે. પરંતુ પ્રશ્નો  ઉકેલ લાવવામાં રસ રુચિ દાખવતા નથી. બીજી બાજુ નિયમિત વેરો ભરનારા શહેરના નાગરિકો સવાલ કરી રહ્યા છે કે, જેઓ વેરો ભરતા નથી એેમની સામે કેમ કોઈ કાર્યવાહી થતી નથી?  રાજકોટ સ્થિત પ્રાદેશિક નિયામકની કચેરીએેથી પણ કડક કાર્યવાહીનો નિર્દેશ મળતા પાલિકાના સત્તાધિશોએ  શહેરના દસેક પોઈન્ટ ઉપર બાકીદારોના નામવાળું બોર્ડ લગાડવાનું નક્કી કરાયું છે. એટલું જ નહીં પણ બંને સંસ્થાના સેક્રેટરી અને પ્રમુખને તેમની ચેમ્બર ઉપરાંત અન્યના પાણી, ગટર સહિતના જોડાણ કાપવા સહિતની કડક કાર્યવાહીને પણ ચિમકી આપી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement