For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ

12:26 PM Sep 01, 2025 IST | revoi editor
હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ
Advertisement

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે આજે રાજ્ય માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે પૂર, ભૂસ્ખલન અને પાણી ભરાવાની ઘટનાઓથી સમગ્ર પ્રદેશમાં ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્યના 10 જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

બીજી તરફ, પડોશી રાજ્ય ઉત્તરાખંડમાં પણ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. આજે દેહરાદૂન, ટીહરી, પૌડી, બાગેશ્વર અને હરિદ્વારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા આ વિસ્તારોમાં તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ કુદરતી આફતો વચ્ચે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુની મુલાકાત લેશે. તેઓ તાજેતરમાં વાદળ ફાટવા અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરશે અને બચાવ તથા રાહત કાર્યક્રમોની સમીક્ષા કરશે. ગૃહમંત્રી કટરાની પરિસ્થિતિનો પણ તાગ મેળવશે, જ્યાં વૈષ્ણો દેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલનના કારણે અનેક લોકોના મૃત્યુ થયા હતા. જમ્મુ પહોંચ્યા બાદ તેઓ સીધા રાજભવન જશે અને પૂર રાહતના પગલાં પર ચર્ચા કરવા માટે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ મુલાકાતથી પૂર પીડિત વિસ્તારોમાં રાહત અને પુનર્વસનના કાર્યોને વેગ મળે તેવી શક્યતા

Advertisement

Advertisement
Tags :
Advertisement