For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વીડિયોકૉન લોન કેસ: ચંદા કોચર વિરુદ્ધ સીબીઆઈએ દાખલ કર્યો કેસ, દરોડાની કાર્યવાહી

04:43 PM Jan 24, 2019 IST | Revoi
વીડિયોકૉન લોન કેસ  ચંદા કોચર વિરુદ્ધ સીબીઆઈએ દાખલ કર્યો કેસ  દરોડાની કાર્યવાહી
Advertisement

ICICIના ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચરના પરતિ દીપક કોચર સાથે જોડાયેલા લોન કેસમાં સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી છે. તેની સાથે જ સીબીઆઈએ મુંબઈ અને ઔરંગાબાદમં વીડિયોકૉનના મુખ્યમથકો પર દરોડાની પણ કાર્યવાહી કરી છે. આ આખા મામલામાં ચંદા કોચર વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement

સીબીઆઈ દ્વારા વેણુગોપાલ ધૂતના વીડિયોકોન ગ્રુપ અને દીપક કોચરની કંપની નૂપાવર
વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે. એફઆઈઆર નોંધવાની સાથે જ સીબીઆઈની ટુકડીએ કુલ ચાર
સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરી છે. જેમાં નરીમન પોઈન્ટ ખાતેની વીડિયોકોનની ઓફિસ
અને નૂપાવરના કાર્યાલયો પર સીબીઆઈની ટીમે તપાસ કરી છે.

આઈસીઆઈસીઆઈ બેંક અને વીડિયો કોનના શેર હોલ્ડર અરવિંદ ગુપ્તાએ વડાપ્રધાન,
આરબીઆઈ અને સેબીને એક પત્ર લખીને વીડિયોકોનના અધ્યક્ષ વેણુગોપાલ  ધૂત અને આઈસીઆઈસીઆઈના સીઈઓ અને એમડી ચંદા કોચર
પર એકબીજાને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. દાવો છે કે વેણુગોપાલ ધૂતની
કંપની વીડિયોકોનને આઈસીઆઈસીઆઈ બેંકમાંથી 3250 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી
અને તેના બદલામાં ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચરની વૈકલ્પિક ઊર્જા કંપની
નૂપવારમાં પોતાના નાણાંનું રોકાણ કર્યું હતું.

Advertisement

આરોપ છે કે આવી રીતે ચંદા કોચરે પોતાના પતિની કંપની માટે વેણુગોપાલ ધૂતને
ફાયદો પહોંચાડયો હતો. 2018માં આના સંદર્ભે ખુલાસો થયા બાદ ચંદા કોચરે બેન્કમાંથી
રાજીનામુંઆપ્યું હતું. સીબીઆઈએ પહેલી ફેબ્રુઆરી-2018ના રોજ આના સંદર્ભે પ્રારંભિક
તપાસ દાખલ કરી હતી. બાદમાં હવ સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરાવીને તપાસ ચાલુ રાખી છે. વીડિયોકોનને
લોન આપવાના મામલામાં ચંદા કોચરની ભૂમિકા પર પણ સવાલ છે. તેવામાં એફઆઈઆર દાખલ થયા
બાદ તેમની અને તેમના પરિવારની મુશ્કેલીઓ વધે તેવ શક્યતા છે.

Advertisement
Advertisement