For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વચગાળાનું બજેટ: સંરક્ષણ પડકારોનો સામનો કરવા માટે 35% વધુ ડિફેન્સ બજેટની જરૂર

04:29 PM Jan 22, 2019 IST | Revoi
વચગાળાનું બજેટ   સંરક્ષણ પડકારોનો સામનો કરવા માટે 35  વધુ ડિફેન્સ બજેટની જરૂર
Advertisement

લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહી છે. તેમાં એક તરફ જ્યાં સરકાર પર સમાજના વિવિધ વર્ગો માટે કેટલીક લોક-લોભામણી યોજનાઓ લાવવાનું દબાણ છે. તો સંરક્ષણ ક્ષેત્ર માટે ફંડની ફાળવણીનો પણ એક મોટો પડકાર છે, કારણ કે જરૂરિયાતને પૂર્ણ કરવા મટે ગત નાણાંકીય બજેટની ફાળવણી કરતા આ વર્ષે 35 ટકા વધુ રકમની ફાળવણી કરવાની જરૂર છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે બજેટને આખરી ઓપ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ આમા ત્રણ મોટા પડકારો છે. આ પડકારોનો સામનો કરવા માટે બજેટીય ફાળવણીમાં 30થી 35 ટકા સુધીનો વધારો કરવાની જરૂરિયાત છે.

Advertisement

સંરક્ષણ મંત્રાલયના ગત વર્ષનું બજેટ લગભગ ચાર લાખ
કરોડ રૂપિયાની આસપાસ હતું. પરંતુ આમાનો એક મોટો ભાગ 1.08 લાખ કરોડ રૂપિયા 24 લાખ
ભૂતપૂર્વ સૈનિકોના પેન્શન માટે આપવામાં આવ્યો હતો. આ રકમ તેના પહેલાના વર્ષની
સરખામણીએ 24 ટકા વધુ હતું. આ વખતે આમા 30 ટકા સુધીનો વધારો થવાના આસાર છે. બાકી 2
લાખ 95 હજાર 511 કરોડની જોગવાઈ સેનાના અન્ય ખર્ચો અને આધુનિકીકરણ વગેરે માટે
કરવામાં આવ્યું હતું. જો પેન્શનની રકમને છોડવામાં આવે, તો ગત વર્ષ સંરક્ષણ બજેટમાં
માત્ર સાતથી આઠ ટકાનો વધારો થયો હતો. પરંતુ આ વખતે પરિસ્થિતિઓ અલગ છે.

સૂત્રોનું કહેવું છે કે રફાલની 13 હજાર કરોડ રૂપિયાની
ચુકવણીની વ્યવસ્થા બજેટમાં રાખવામાં આવશે. બીજું હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડેની
જૂની દેણાની 14 હજાર કરોડ રૂપિયાની ચુકવણી પણ વાયુસેનાએ કરવાની છે. આ મામલો
તાજેતરમાં ચર્ચમાં આવ્યો હતો. એચએએલના ચેરમેને કહ્યુ હતુ કે તેમને પગાર માટે પણ
કર્જ લેવું પડે છે. આરોપ હતો કે રફાલને જે 34 હજાર કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં
આવી હતી, તેના કારણે એચએએલની ચુકવણી વિલંબિત રહ ગ હતી. બીજું એચએએલના લગભગ એક લાખ
કરોડ રૂપિયાના સંરક્ષણ નિર્માણના કોન્ટ્રાક્ટ આપ્યા છે. પરંતુ આમા કોઈ અગ્રિમ
ધનરાશિ આપવામાં આવી નથી. સરકાર પર દબાણ છે કે આના પર કામ શરૂ કરવા માટે એચએએલની
ફાળવણી કરવી પડશે. રફાલને લઈને એચએએલ પહેલા પણ ચર્ચામાં રહ્યું હતું.

Advertisement

સંરક્ષણ બજેટ

વર્ષ                    ફંડ

2018-19               295511
કરોડ રૂપિયા

2017-18               274114
કરોડ રૂપિયા

સૈન્યના આધુનિકીકરણનું બજેટ

વર્ષ                    ફંડ

2018-19               99
હજાર કરોડ રૂપિયા

2017-18               85
હજાર કરોડ રૂપિયા

સંરક્ષણ પેન્શન બજેટ

વર્ષ                    ફંડ

2018-19               1.08
લાખ કરોડ રૂપિયા

2017-18               82620
કરોડ રૂપિયા

ગત કેન્દ્રીય બજેટનો કુલ આકાર 24.42 લાખ કરોડ રૂપિયા હતો

ગત બજેટમાં કુલ સંરક્ષણ બજેટ 4.04 લાખ કરોડ રૂપિયા હતું

સેવારત સૈનિકોથી વધુ એક્સ સર્વિસમેન પર ખર્ચ

103095 કરોડ રૂપિયાનો ખર્ચ ત્રણેય સૈન્ય પાંખના
સૈનિકોના પગાર અને ભથ્થાઓ પર થયો

108853 કરોડ રૂપિયાનો ખર્ચ ભૂતપૂર્વ સૈનિકોના પેન્શન
પર થયો હતો

ત્રણ પડકારોનું સમાધાન શોધવું પડશે

13 હજાર કરોડ રૂપિયાની ચુકવાણી રફાલ વિમાન માટે આગામી
નાણાંકીય વર્ષમાં કરવાની છે

14 હજાર કરોડ રૂપિયાનું જૂનું દેણું એચએએલને
ચુકવવાનું છે અને એક લાખ કરોડ રૂપિયા નવા કોન્ટ્રાક્ટ માટે આપવાના છે.

30 ટકાના ખર્ચમાં વધારો સૈનિકોના પેન્શન માટે થવાની
સંભાવના છે.

Advertisement
Advertisement