For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા જરૂરી એક્શન લેવા સૂચના અપાઈ

12:07 PM Jul 18, 2025 IST | revoi editor
રેલવે સ્ટેશન  બસ સ્ટેશન અને એરપોર્ટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા જરૂરી એક્શન લેવા સૂચના અપાઈ
Advertisement

ગાંધીનગરઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર સચિવાલય ખાતે એરપોર્ટ ઓથોરિટી, રેલવે, પોલીસ, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને RTO સહિતના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ જેવા વિસ્તારોમાં રિક્ષા, કેબ ટેક્સી તેમજ અન્ય જાહેર પરિવહનનું સુચારુ નિયમન કરી ટ્રાફિકની સમસ્યા નિવારવાનો હતો.

Advertisement

સામાન્ય નાગરિકોને ટ્રાફિકના કારણે થઈ રહેલી અગવડતાને ધ્યાનમાં રાખીને, મંત્રીશ્રીએ આવા સ્થળોએ થતા આડેધડ પાર્કિંગ સહિતના મુદ્દાઓ પર ગંભીરતાથી વિચારણા કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને આવા તમામ વાહનચાલકો વિરુદ્ધ કડક પગલાં લઈને દાખલારૂપ કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ નિર્ણયનો હેતુ ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવીને નાગરિકોને સરળ અને સુરક્ષિત પરિવહન પ્રદાન કરવાનો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement