હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

રશિયા: બે સમુદ્રી જહાજોમાં આગ લાગવાથી 14ના મોત, 15 ભારતીયો હતા ક્રૂનો હિસ્સો

01:32 PM Jan 22, 2019 IST | Revoi
Advertisement

રશિયા અને ક્રીમિયાને અલગ કરતા સમુદ્રમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં કર્ચ સ્ટ્રેટમાં સમુદ્રની અંદર બે જહાજોમાં આગ લાગવાથી 14 લોકોના મોત નીપજ્યા છે. આ જહાજોમાં ભારતીય, તુર્કી અને લીબિયાના ક્રૂ મેમ્બર્સ હતા. આ ક્રૂ મેમ્બર્સમાંથી 15 ભારતીયો હતા. જો કે જેમના મોત થયા છે, તેમાં કેટલા ભારતીય ક્રૂ મેમ્બર્સ હતા તેનો તાત્કાલિક કોઈ ખુલાસો થયો નથી.

Advertisement

જહાજોમાં આગ લાગવાની દુર્ઘટના સોમવારે રશિયાની સમુદ્રી સીમામાં થઈ હતી. આ બંને
જહાજો પર તંજાનિયાના ધ્વજ લાગેલા હતા. તેમાથી એક જહાજમાં લિક્વિફાઈડ નેચરલ ગેસ
ભરેલો હતો અને બીજું ટેન્કર હતું. આ દુર્ઘટના એ વખતે સર્જાઈ હતી, જ્યારે એક
જહાજમાંથી બીજા જહાજને ઓઈલ અપાઈ રહ્યું હતું. તે વખતે જ બંને જહાજોમાં આગ લાગી
હતી.

આમા કેન્ડી નામના જહાજ પર કુલ 17 લોકો સવાર હતા. જેમાના નવ તુર્કી અને આઠ ભારતીય
નાગરીકો હતા. જ્યારે અન્ય જહાજ માસ્ટ્રોમાં 15 ક્રૂ મેમ્બર્સ હતા. તેમા સાત તુર્કી
અને સાત ભારતીય હતા. જ્યારે એખ લીબિયન ક્રૂ મેમ્બર્સ હતો. આ લીબિયન ક્રૂ ઈન્ટર્ન
તરીકે જહાજમાં હતો.

Advertisement

રશિયન મીડિયા મુજબ, બંને જહાજમાં 14 ક્રૂ મેમ્બર્સનું મોત નીપજ્યું છે. જણાવવામાં આવે છે કે જે સમયે એક જહાજમાંથી બીજા જહાજમાં ઓઈલ આપવામાં આવતું હતું, ત્યારે તેમાથી એકમાં આગ લાગી ગઈ હતી. બંને વચ્ચે અંતર એટલું ઓછું હતું કે ઝડપથી બીજું જહાજ પણ આગની લપેટામાં આવી ગયું હતું.

રશિયાની મેરિટાઈમ એજન્સીના પ્રવક્તાનું કહેવું છે કે દુર્ઘટના બાદ રેસ્ક્યૂ
ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. તેમણે જણાવ્યુ છે કે જ્યારે જહાજમાં
આગ લાગી હતી, તો તેમા રહેલા કેટલાક લોકો સમુદ્રમાં જ કૂદી ગયા હતા. જણાવવામાં આવે
છે કે જીવ બચાવવા માટે સમુદ્રમાં કૂદનારા 12 ક્રૂ મેમ્બર્સનું રેસ્ક્યૂ કરવામાં
આવ્યું હતું. જો કે છેલ્લા અહેવાલ મુજબ નવ લોકો ગાયબ છે. જો કે રોયટર્સના અહેવાલ
મુજબ, અત્યાર સુધી દશ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 14 લોકોનું રેસ્ક્યૂ કરાયું
છે.

ખરાબ હવામાનને કારણે પીડિતોને તબીબી સારવાર માટે લઈ જવામાં મુશ્કેલી પડી છે.
મહત્વપૂર્ણ છે કે કર્ચ સ્ટ્રેટ ઘણો જ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ છે. આ દરિયાઈ માર્ગ
રશિયા અને યુક્રેન બંને માટે ખાસ મહત્વ ધરાવે છે. આ કર્ચ સ્ટ્રેટ યુક્રેનની
અર્થવ્યવસ્થામાં મોટી ભૂમિકા નિભાવે છે. તેની સાથે જ રશિયા મટે ક્રીમિયામાં જવાનો
પણ આ સૌથી મહત્વપૂર્ણ માર્ગ છે. રશિયાએ કર્ચ સ્ટ્રેટ પર પુલ બનાવાયો છે. તેને ગત
વર્ષ મે માસમાં ખોલવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement
Next Article