For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મોરબી સિરામિક એસોસિએશન તુર્કી અને અઝરબેજાન દેશમાં ટાઈલ્સની સપ્લાય બંધ કરશે

11:39 AM May 19, 2025 IST | revoi editor
મોરબી સિરામિક એસોસિએશન તુર્કી અને અઝરબેજાન દેશમાં ટાઈલ્સની સપ્લાય બંધ કરશે
Advertisement

રાજકોટઃ મોરબી સિરામિક એસોસિએશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. પાકિસ્તાનને સમર્થન આપનારા તુર્કી અને અઝરબેજાન દેશમાં ટાઈલ્સની સપ્લાય બંધ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Advertisement

મોરબીના સીરામીક ઉદ્યોગમાં બનતી ટાઇલ્સનું વિશ્વના દરેક દેશમાં વેચાણ કરવામાં આવે છે. જોકે આતંકવાદ અને આતંકવાદીઓને આશરો આપનાર પાકિસ્તાનમાં મોરબીથી ટાઇલ્સ સપ્લાય કરવામાં આવતી નથી અને છેલ્લે યુદ્ધની પરિસ્થિતીમાં પાકિસ્તાનને જે દેશ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું તે બે દેશમાં મોરબીની ટાઇલ્સની સપ્લાય બંધ કરવા માટેની વિચારણા મોરબી સિરામિક એસોસિએશન દ્વારા શરૂ કરવામાં આવી છે.

યુદ્ધની પરિસ્થિતીમાં પાકિસ્તાનને જે દેશ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું તે બે દેશમાં તુર્કી અને અઝરબેજાનમાં પણ ભારત ટાઇલ્સ મોકલવાનું બંધ કરવા માટેની વિચારણાઓ શરૂ કરાઈ છે.

Advertisement

Morbi Ceramic Association will stop supplying tiles to Turkey and Azerbaijan

Advertisement
Tags :
Advertisement