'મણિકર્ણિકા: ધ ક્વિન ઓફ ઝાંસી' ના ડાયલોગ્સથી કંગના રનૌત જીતી લેશે તમારું દિલ
બોલીવુડની એક્ટ્રેસ કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ મણિકર્ણિકા- ધ ક્વિન ઓફ ઝાંસી આજે રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મની કહાની ભારતની આઝાદીના પ્રથમ સંગ્રામની લડાઈ છે. આ લડાઈ 1857માં લડાઈ હતી. રાણી લક્ષ્મીબાઈના દમદાર કિરદારમાં કંગના રનૌત પોતાના ડાયલોગથી લોકોના દિલ જીતી લેશે. આ ફિલ્મનું નિર્દેશન રાધાકૃષ્ણ જડગરલમૂડીએ કર્યું છે. જો કે તેના નિર્દેશનમાં પણ કંગના રનૌતની ઘણી મોટી ભૂમિકા રહેલી છે.
દેશની આઝાદીની લડાઈમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું નામ પ્રથમ પંક્તિના સ્વતંત્રતાવીરોમાં લેવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેમની આંખોમાંથી ક્રાંતિ અને યલગારની આગ વરસતી દેખાતી હતી. આ ફિલ્મનું ટ્રેલ જોઈને લાગે છે કે આ ફિલ્મ ફેન્સની વચ્ચે પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહેશે. નાના પડદા પર આ ટોપિક પર ઘણા શૉ બની ચુક્યા છે. પરંતુ મોટા પડદા પર પહેલીવાર રાણી લક્ષ્મીબાઈનો કિરદાર જોવો ખરેખર એક રોમાંચક બાબત હશે. આ ફિલ્મના કેટલાક એવા ડાયલોગ્સ છે જે ઘણાં જ દમદાર છે અથવા એવું કહો કે આ ડાયલોગ્સથી કંગના રનૌત દર્શકોનું દિલ જીતી લેશે. આ ડાયલોગ્સને સાંભળીને તમારું મન જોશ અને દેશભક્તિની આગનો અહેસાસ પણ કરી શકશે.
કંગના રનૌતની આ ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારીત છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ
પર બનેલી બિગ બજેટ ફિલ્મ મણિકર્ણિકા-ધ ક્વિન ઓફ ઝાંસી હિંદી અને તેલુગૂ ભાષામાં
રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં કંગના સિવાય અતુલ કુલકર્ણી, જિશુ સેનગુપ્તા, સુરેશ
ઓબેરોય, ડેની અને અંકીતા લોખંડેની પણ મહત્વની ભૂમિકાઓમાં છે.