ભારતીય બેસ્ટમેનને શ્રેયસ ઐયરને 'ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ' જાહેર થયો
ભારતના બેટ્સમેન શ્રેયસ ઐયરને માર્ચ મહિનાનો 'ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ' જાહેર કરવામાં આવ્યો છે, જેમણે ભારતના રન-સ્કોરિંગ ચાર્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને ઐતિહાસિક ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની જીતના અંતિમ તબક્કામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઐયરે ન્યુઝીલેન્ડની જોડી જેકબ ડફી અને રચિન રવિન્દ્રને હરાવીને આ સન્માન મેળવ્યું છે. આ સન્માન ICCની માસિક પુરસ્કાર શ્રેણીમાં ભારતીય ખેલાડીઓ દ્વારા સતત જીતનું પ્રતીક છે, શુભમન ગિલે પણ ફેબ્રુઆરીમાં આ જ સન્માન જીત્યું હતું.
ઐયરે કહ્યું હતું કે, 'માર્ચ માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ તરીકે મારી પસંદગી થતા મને ખુશીનો અહેસાસ થઈ રહ્યો છે. આ સન્માન અતિ ખાસ છે, ખાસ કરીને એક મહિનામાં જ્યારે આપણે ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ એક એવી ક્ષણ જે હું હંમેશા માટે યાદ રાખીશ.'
શ્રેયસે કહ્યું હતું કે, 'આટલા મોટા મંચ પર ભારતની સફળતામાં યોગદાન આપવાનું દરેક ક્રિકેટરનું સ્વપ્ન હોય છે. હું મારા સાથી ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફનો તેમના અતૂટ સમર્થન અને મારામાં વિશ્વાસ બદલ આભારી છું. આ સાથે ચાહકોનો પણ હૃદયપૂર્વક આભાર માનુ છું. આપસૌની ઉર્જા અને પ્રોત્સાહન અમને દરેક પળે આગળ વધવાની પ્રેરણા આપે છે.'
ઐયર 243 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો અને ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી જીતમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી ત્રણ મેચમાં ઐયર ભારત માટે મુખ્ય ખેલાડી હતો, તેણે 57.33 ની સરેરાશથી 172 રન બનાવ્યા હતા અને ભારતે ટુર્નામેન્ટના ઇતિહાસમાં ત્રીજી ઐતિહાસિક જીત મેળવી હતી.
આ ટોચના ક્રમના બેટ્સમેને અગાઉ 98 બોલમાં 79 રનની મેચવિનિંગ ઇનિંગ રમી હતી, જેના કારણે ભારત ન્યૂઝીલેન્ડ સામેની તેમની અંતિમ ગ્રુપ-સ્ટેજ મેચમાં ટોચ પર રહ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની પડકારજનક સેમિફાઇનલમાં વિરાટ કોહલી સાથે મહત્ત્વપૂર્ણ 45 રનની ભાગીદારી કરીને ભારતને વિજય અપાવ્યા બાદ, તેણે ફરી એકવાર ન્યૂઝીલેન્ડ સામેની રોમાંચક ફાઇનલમાં 62 બોલમાં નિયંત્રિત 48 રનની ઇનિંગ રમીને ભારતને ચાર વિકેટથી જીત અપાવવામાં મદદ કરીને સફળ રન કર્યા હતા.