For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભગવંત માન પણ નહીં લે નીતિ આયોગની બેઠકમાં ભાગ, અગાઉ આટલા મુખ્યમંત્રીઓ કરી ચૂક્યા છે ઇન્કાર

02:26 PM Jul 25, 2024 IST | revoi editor
ભગવંત માન પણ નહીં લે નીતિ આયોગની બેઠકમાં ભાગ  અગાઉ આટલા મુખ્યમંત્રીઓ કરી ચૂક્યા છે ઇન્કાર
Advertisement

વિપક્ષે સમાન્ય બજેટમાં એનડીએનું શાસન ન હોય તેવા રાજ્યો સાથે ભેદભાવયુક્ત વલણ અપનાવવાનો કેન્દ્ર સરકાર પર આરોપ મુક્યો છે.. એનડીએનું શાસન હોય તેવા રાજ્યોના મુખ્યમંત્રીઓ એક પછી એક નીતિ આયોગની બેઠકમાં જવા માટે ઇન્કાર કરી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 27 જુલાઈએ યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ ન લેવાનું જાહેર કર્યું છે. . તેમણે આ બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વિપક્ષે કેન્દ્ર સરકાર પર સામાન્ય બજેટમાં બિન NDA શાસિત રાજ્યો પ્રત્યે પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ બેઠકમાં હાજરી આપશે અને બેઠકમાં કેન્દ્ર સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવશે.

Advertisement

  • AAP પ્રવક્તાએ આ વાત કહી

AAP પ્રવક્તાએ કહ્યું, 'તેઓ ઈન્ડિયા બ્લોક સાથે ઉભા છે. જ્યારે ઈન્ડિયા બ્લોકે નીતિ આયોગની બેઠકથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે, જેથી પંજાબના મુખ્યમંત્રી પણ તેનાથી દૂર રહેશે. ગઠબંધનથી અલગ સ્ટેન્ડ અપનાવવાનો કોઈ અર્થ નથી.

  • પંજાબ ઉપરાંત આ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ બહિષ્કાર કરશે

ભગવંત માન ઉપરાંત રેવંત રેડ્ડી (તેલંગાણા), સિદ્ધારમૈયા (કર્ણાટક), સુખવિંદર સિંહ સુખુ (હિમાચલ પ્રદેશ), એમકે સ્ટાલિન (તામિલનાડુ)એ પણ આ બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે 2023માં ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠકમાં પણ ઘણા મુખ્યમંત્રીઓએ ભાગ લીધો ન હતો. આમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, બિહારના સીએમ નીતિશ કુમાર, તેલંગાણાના તત્કાલીન સીએમ કે.સી.આર, રાજસ્થાનના તત્કાલીન સીએમ અશોક ગેહલોત અને કેરળના સીએમ પિનરાઈ વિજયનનું નામ હતું.

Advertisement

  • કોંગ્રેસના મહાસચિવે સો.મીડિયામાં લખ્યું કે કોંગ્રેસ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરશે

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જાહેરાત કરી હતી કે કોંગ્રેસના મુખ્યમંત્રીઓ 27 જુલાઈએ યોજાનારી નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરશે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, 'કેન્દ્રીય બજેટ અત્યંત ભેદભાવપૂર્ણ અને ખતરનાક છે, જે સંપૂર્ણપણે સંઘવાદ અને ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે'. આના વિરોધમાં કોંગ્રેસના મુખ્યમંત્રી 27 જુલાઈએ યોજાનારી નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરશે.

Advertisement
Tags :
Advertisement