પ્રજાસત્તાક દિને ભારતે શસ્ત્રવિરામ ભંગ કરનારા પાકિસ્તાનને LOC પર મિઠાઈ આપી નહીં
05:29 PM Jan 26, 2019 IST | Revoi
Advertisement
જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક શનિવારે પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. જેને કારણે ભારતીય સેનાએ ભારતના પ્રજાસત્તાક દિનના ઉપલક્ષ્યમાં બંને દેશોની વચ્ચે મિઠાઈના આદાન-પ્રદાનની પરંપરાને નિભાવી નથી.
Advertisement
એટલે કે શસ્ત્રવિરામ ભંગ કરીને બેફામ ગોળીબાર કરનારા પાકિસ્તાનને ભારતના
પ્રજાસત્તાક દિને ભારતીય સેનાએ મિઠાઈ ખવડાવાનું માંડી વાળ્યું છે. સંરક્ષણ
મંત્રાલયના સૂત્ર મુજબ, પુંછ જિલ્લામાં ચાકન દા બાગ ક્રોસિંગ પોઈન્ટ પાસે બંને
સેનાઓ વચ્ચે મિઠાઈઓનું આદાન-પ્રદાન થયું નથી.
પરંપરાગત રીતે પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક 26 જાન્યુઆરી અને 15મી
ઓગસ્ટના અવસરો પર બંને દેશોની સેનાઓ એકબીજાને મિઠાઈની આપ-લે કરતી હોય છે.
Advertisement
Advertisement