દક્ષિણ ભારતના રાજ્યોમાં ઘટી રહી છે મહિલાઓની સંખ્યા!
સામાન્ય રીતે પુરુષોની સરખામણીએ મહિલાઓની ઓછી સંખ્યા પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં જોવા મળતી રહી છે. આ રાજ્યોમાં ખરાબ સેક્સ રેશિયોને લઈને સરકાર ચિંતાઓ વ્યક્ત કરી રહી છે. સેક્સ રેશિયો સંતુલિત કરવા માટે ઘણાં ઉપાયો પણ આવા રાજ્યોમાં કરવામાં આવ્યા છે. પરંતુ 2007થી લઈને 2016 સુધીના નવા આંકડાથી કંઈક ચોંકાવનારી જાણકારી સામે આવી છે. સેક્સ રેશિયોના અસંતુલનની સમસ્યા હવે દક્ષિણ ભારતીય રાજ્યોમાં પણ દેખાવા લાગી છે.
કેરળ જેવા ભારતના સૌથી વધુ સાક્ષરતા ધરાવતા રાજ્યોમાંથી એક કેરળમાં મહિલાઓની
સંખ્યામાં ચોંકાવનારો ઘટાડો જોવા મળ્યો છે. અંગ્રેજી અખબાર મુજબ, સીઆરએસ દ્વારા
ભારતના રજિસ્ટ્રાર જનરલના કાર્યાલય દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાથી ખુલાસો
થયો છે કે 2016માં આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં સેક્સ રેશિયો મામલે સંતુલન સૌથી ખરાબ
હતું અને તે દર હજાર છોકરાઓની સરખામણીએ 806 છોકરીઓનું હતું. ઓલ ઈન્ડિયા આંકડા
મુજબ, તમિલનાડુમાં 2007માં સેક્સ રેશિયો 935 હતો અને હવે અહીં તે 840 પર આવી ગયો છે.
એટલે કે સેક્સ રેશિયોમાં ઘટાડના પ્રમાણમાં તમિલનાડુ છઠ્ઠા સ્થાને હતું.
કર્ણાટકમાં સેક્સ રેશિયો 100થી ઘટીને 896, તેલંગાણામાં 2013માં 954થી ઘટીને
881 પર પહોંચી ગયો હતો. આમા મોટાભાગના રાજ્યોમાં જન્મનું 100 ટકા રજિસ્ટ્રેશન થાય
છે. માટે એવું નથી કે છોકરીઓના જન્મની નોંધણી નહીં થવાને કારણે ખરાબ સેક્સ રેશિયો
સંતુલન છે.
આંધ્રપ્રદેશમાં 2016માં 806ની સરખામણીએ 2017માં સેક્સ રેશિયો સંતુલન 971 પર પહોંચ્યો હતો. આ બિલકુલ અસામાન્ય છે.
આંધ્રપ્રદેશમાં સેન્સસ સંચાલનના સંયુક્ત નિદેશક એલ. એન. પ્રેમાકુમારીએ કહ્યું છે
કે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વિભાજન બાદ સેક્સ રેશિયોમાં ઘટાડો નોંધાયો છે. જો
કે 2013માં આંધ્રપ્રદેશ અને તેલંગાણા અલગ પડયા હતા અને ત્યારથી 2015 સુધીના
આંકડામાં કોઈપણ ઝડપી પરિવર્તન દેખાયો નથી.
આના સિવાય 2016માં બંને રાજ્યોમાં આના સંદર્ભેના અનુપાતમાં ઘટાડો જોવા મળ્યો
હતો. તમિલનાડુમાં 2006માં 939ના સેક્સ રેસિયોથી 2015માં 818ના સર્વકાલિક નિમ્નસ્તર
પર સતત ઘટાડો નોંધાયો હતો. 2016માં અહીં સેક્સ રેશિયો 80 હતો, જે હરિયાણાના 865થી
ઓછો છે. કર્ણાટકમાં પણ 2011 બાદથી, જ્યારે તેણે લગભગ 98 ટકા જન્મ નોંધણી અને 983નો
સેક્સ રેશિયો પ્રાપ્ત કર્યો, તો આના પ્રમાણમાં સતત ઘટાડો આવ્યો છે.
દક્ષિણી રાજ્યમાં સેક્સ રેશિયોમાં ઘટાડો ચિંતાજનક
દશકાઓથી ઘટી રહેલા સેક્સ રેશિયોના મામલે કામ કરી રહેલા એક્ટિવિસ્ટ સાબુ જોર્જે
કહ્યુ છે કે દક્ષિણ ભારતીય રાજ્યોમાં સેક્સ રેશિયોમાં ઘટાડો એક ચિંતાનો વિષય છે.
પરંતુ હકીકત આ જ છે. અહીં 2016માં ઘણો ઘટાડો થયો છે. તેમણે કહ્યુ છે કે તેમને લાગે
છે કે આ રાજ્યોમાં કેટલાક જિલ્લાઓમાં જન્મ નોંધણીની સિસ્ટમમાં કોઈ સમસ્યા છે. જેના
કારણે સમગ્ર અનુપાતમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. અંગ્રેજી અખબારે એક વિશ્લેષણમાં કહ્યુ
છે કે નાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર વિચાર કરતા નથી, કારણ કે તેમા
જન્મની સંક્યા કોઈપણ નક્કર નિષ્કર્ષ માટે ઘણી ઓછી છે. 2007થી 2016ની વચ્ચે જે
રાજ્યોમાં પહેલા જન્મના સમયે લિંગાનુપાત ઘણો ઓછો હતો, જેવું કે પંજાબ, હરિયાણા,
હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રમાં સુધારો થયો છે. દિલ્હી અને આસામમાં અનુક્રમે
848થી 902 તથા 834થી 888 સુધીની સૌથી મહત્વપૂર્ણ છલાંગ દેખાઈ છે.